૧. ચીકુ
ચીકુનુ સંવર્ધન બીજ, ગુટી, ભેટ કલમ અને નૂતન કલમ પદ્ધતિથી કરી શકાય છે. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે ચીકુ, રાયણ અને મહુડાના મૂલકાંડ ઉપર કરેલ ચીકુની ભેટ કલમો તથા ચીકુની ગુટી કલમો રોપી કરવામાં આવેલ અભ્યાસના પરિણામો પરથી માલુમ પડેલ કે રાયણના મૂલકાંડ ઉપર કરેલ કલમથી વિકસાવેલ ઝાડ જુસ્સાદાર હતાં અને વધુ ઉત્પાદન આપેલ હતું.
■ ચીકુના મૂલકાંડ અને બુટી કરતા રાયણના મૂલકાંડ ઉપરના વિકસિત ઝાડના મૂળતંત્રનો વિકાસ વધુ માલુમ પડેલો હતો આ પરિણામો બાદ ચીકુની કલમો રાયણના મૂલકાંડ ઉપર કરવાની ભલામણ કરવામાં આવેલ છે. જેથી ખેડૂતોએ ચીકુના વાવેતર માટે ભેટ કલમની પસંદગી કરવી જોઈએ.
૨. સીતાફળ
સીતાફળનું વાવેતર બે રીતે થાય છે. બીજથી પ્રસર્જન
■ સીતાફળના બીજ લાંબા સમય સુધી ઉગવાની શક્તિ ધરાવે છે સારા પરિપક્વ ભરાવદાર ફળોમાંથી બીજ કાઢી સુકવી ભેજ રહિત જગ્યાએ રાખવામાં આવે છે.
■ એપ્રિલ માસના બીજા પખવાડિયામાં નર્સરીમાં સપાટ કે ગાદી ક્્યારા બનાવી અથવા ૧૦ ટ ૧૫ સે.મી. કદની પોલીથીન બેગમાં ખાતર માટીનું મિશ્રણ ભરી તેમાં બીજ વાવી રોપા તૈયાર કરવામાં આવે છે.
■ જે રોપા ૨૦ થી રપ સે.મી. ની ઊંચાઈના થતા ચોમાસુ બેસતા ખેતરમાં રોપવામાં આવે છે તેમજ સીધા બીજ વાવી શકાય જેથી રોપાના સોટીમૂળ જમીનમાં ઊંડે સુધી જઈ રહે.
■ ક્લમથી પ્રસર્જન વાનસ્પતિક રીતોમાં કટકા, ભેટ, ફાચર કલમ તથા આંખ કલમથી સીતાફળનું પ્રસર્જન થઈ શકે છે.
■ કટકા કલમમાં સહેલાઈથી મૂળ ફૂટતા નથી તેથી ભેટ, ફાચર કે આંખ કલમથી પ્રસર્જન થાય છે.
■ સીતાફળની કલમ રામ ફળ, લક્ષ્મણ ફળ કે સીતાફળના મૂલકાંડ પર કરી શકાય છે.
■ જૂનાગઢ વિસ્તારમાં સીતાફળના વાનસ્પતિક પ્રસર્જન માટે માર્ચ એપ્રિલમાં ફાચર (નૂતન) કલમ કરવાની ભલામણ છે. જેથી કળી વહેલી ફૂટે છે વધુ સફળતા મળે છે અને કલમની વૃદ્ધિ પણ સારી થાય.
૩. આમળા
■ સામાન્ય રીતે આમળાનું સંવર્ધન બીજ અને કલમ બંને દ્વારા થાય છે
■ પરંતુ બીજ દ્વારા ઉછેરવામાં આવેલ ઝાડમાં ફળ મોડા બેસે છે તથા તેમાં ઘણી વિવિધતા જાવા મળતી હોવાથી આમળાનું સંવર્ધન બીજથી કરવું સલાહભર્યું નથી.
■ કલમ દ્વારા સંવર્ધન કરી ઝાડ ઉછેરવું જાઈએ જેથી આપણને ત્રણ-ચાર વર્ષમાં ઉત્પાદન મળવાનું શરૂ થઈ જાય છે તથા ફળોની ગુણવત્તા પણ સારી જાવા મળે છે. કલમ દ્વારા સંવર્ધનમાં ફાચર (નૂતન) કલમ, ભેટ કલમ અને આંખ કલમ મુખ્ય છે.
■ આ પૈકી આંખ કલમ સૌથી શ્રેષ્ઠ જાવા મળેલ છે.
૪. દાડમ
■ દાડમનું સંવર્ધન બીજ દ્વારા, કટકા તેમજ ગુટી કલમ દ્વારા અથવા ટીસ્યુ કલ્ચર પદ્ધતિથી કરવામાં આવે છે.
■ પરંતુ આ બધી પદ્ધતિમાંથી કટકા કલમ પદ્ધતિ ખૂબ જ સસ્તી અને સરળ છે. મોટાભાગના બાગાયતકારો આ પદ્ધતિથી જ છોડ તૈયાર કરે છે. રોગમુક્ત ડાળીની પસંદગી કરવી, સારી જાતની એક વર્ષ જૂની પેન્સીલ જેટલી જોડાઈની ડાળી લઈ તેમાંથી ૧૦ સે.મી. લંબાઈના કટકા બનાવો. કટકાનો અડધો ભાગ જમીનમાં જવા દેવો અને તેની આજુબાજુની જમીનને બરોબર દબાવવી.
■ જા પ્લાસ્કટીની થેલીમાં ઉછેર કરવાનો હોય તો ૧૦-૧૫ સે.મી. ના માપની કાળી પોલીથીન બેગ લેવી. તેના નીચેના ભાગમાં કાણા પાડો. તેમાં ૫૦ કિ.ગ્રા. ગોરાડુ માટી ૫૦ કિ.ગ્રા. સારૂ કેહવાયેલું છાણીયું ખાતર લઈ તેનું મિશ્રણ બનાવો. મિશ્રણથી પોલીથીલીન બેગ ભરો, તેમાં કટકાને પ સે.મી. ઉંડા વાવી દો, કટકાને નિયમિત ઝારા વડે પાણી આપતા રહેવું.
■ કટકા લગભગ ૪૫ દિવસે મૂળ સાથે તૈયાર થઈ જશે તે પછી એક માસે રોપણી માટે તૈયાર થઈ જશે. તેથી ખેડૂતોએ દાડમના વાવેતર માટે કટકા કલમની પસંદગી કરવી જોઈએ.
૫. બોર
■ બોરડીના પ્રસર્જન માટે દેશી બોરડીના મૂલકાંડ ઉપર જે તે પસંદગીની જાતની આંખ કલમ કરવામાં આવે છે. સામાન્ય રીતે મૂલકાંડ માટે દેશી જાત પસંદ કરવી અથવા તો સુકવણી ઠળિયા પણ વાપરી શકાય છે.
■ બોરડીના રોપ ઉછેર માટે પાકા ફળોમાંથી ઠળિયા કાઢી ૧૭ થી ૧૮ ટકા મીઠાના દ્રાવણમાં બોળવા, જે ઠળીયા તળિયે બેસી જાય તે રોપ ઉછેર માટે પસંદ કરવા. આ ઠળિયામાંથી કાળજીપૂર્વક નુકસાન ન થાય તે રીતે મિંજ કાઢી તેનું વાવેતર કરવું.
■ આમ કરવાથી ઉગાવો સારો અને ઝડપી થાય છે. બોરડીના રોપનો ઉછેર બે રીતે કરી શકાય છે.
(૧) બીજને ખેતરમાં નિયત સ્થળે સીધા વાવીને તેમજ
(૨) પ્લાસ્કટીની થેલીમાં રોપ ઉછેરીને.
આંખની પસંદગી અને કલિકા રોપણી
■ સારી જાતની બોરડીના ઝાડમાંથી એપ્રિલ માસમાં છાંટણી કર્યા પછી નવી ફૂટેલી એક થી દોઢ માસની ડાળીઓ પસંદ કરવી.
■ આ ડાળીના પાનની કક્ષમાં ભરાવદાર અને ફુલેલી આંખ હોય તેવી આંખ કલમ માટે પસંદ કરવી. બોરમાં ઢાલ આકાર, ભૂંગળી આકાર અને ટી આકાર કલિકાઓ રોપણીની પદ્ધતિઓ છે.
■ તે પૈકી આપણા મૂલકાંડ અને આંખને વધુ અનુકૂળ પડે તે પદ્ધતિ પસંદ કરી આંખ કલમ ચઢાવવી. સામાન્ય રીતે ટી આકાર પદ્ધતિ બહુ પ્રચલિત છે.
૬ . ખારેક
■ સામાન્ય રીતે ખારેકનું વાવેતર બીજ,
પીલા તેમજ પેશી સંવર્ધનથી તૈયાર કરાયેલા છોડમાં જુદી જુદી રીતે કરવામાં આવે છે.
■ ખારેકમાં નર અને માદાના ઝાડ અલગ અલગ હોય છે. પરંતુ ખારેકના ફળ માત્ર માદા ઝાડ પર જ આવતા હોય છે. તેમાં નરના ઝાડની વધુ જરુરીયાત રહેતી નથી. જેમાં સામાન્ય રીતે સરેરાશ ૫૦ માદા ઝાડ દીઠ એક ઝાડની જરુર રહે છે. પરંપરાગત પદ્ધતિ દ્વારા ખારેકના બીજથી ખેતી કરતા ૫૦ થી ૬૦ ટકા છોડ નર નીકળતા હોય છે અને આ નર માદાની ઓળખ વાવેતર કર્યા બાદ ચાર થી સાત વર્ષે ફુલ આવવાની અવસ્થાએ થાય છે. જેના કારણે ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી. તેમજ બીજ દ્વારા ઉગાડવામાં આવેલ છોડનું જનીનિક બંધારણ બદલાઈ જવાના કારણે ફળોની ગુણવત્તા તેમજ
ઉત્પાદનમાં સમાનતા જાવા મળતી નથી. ઉપરાંત પીલાની સંખ્યા મર્યાદિત હોવાથી મોટા પાયે વાવેતર કરવા માટે જરુરી છોડ મળી રહેવામાં મુશ્કેલી પડે છે અને પીલાની પ્રસ્થાપનની પ્રક્રિયામાં ઘણા બધા છોડ નષ્ટ થવાની સંભાવના પણ રહે છે.