દિવાળી અને છઠ પૂજા દરમિયાન ટ્રેનોમાં થનારી ભીડને ધ્યાનમાં રાખીને, યાત્રિકોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ મહુવા અને ઉધના સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર ૦૯૦૧૮ મહુવા – ઉધના સ્પેશિયલ ગુરુવાર, ૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ મહુવાથી ૧૩.૧૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૪.૦૦ કલાકે ઉધના સ્ટેશન પહોંચશે. ટ્રેન નંબર ૦૯૦૧૭ ઉધના – મહુવા સ્પેશિયલ ઉધના સ્ટેશનથી બુધવાર, ૩૦ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ રાત્રે ૨૧.૪૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૯.૧૦ કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન રાજુલા જંકશન, સાવરકુંડલા, લીલીયા મોટા, દામનગર, ઢસા, ધોળા, નિંગાળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા, ગાંધીગ્રામ, અમદાવાદ, વડોદરા અને સુરત સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.