વિસાવદર તાલુકાના કાલસારી ગામે એક રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી. અજાણ્યા તસ્કરે રહેણાંક મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી ઘરમાં રહેલા સોનાનાં દાગીનાની લૂંટ ચલાવી હતી. આ અંગે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાઈ હતી. આ ચોરી કરનાર શખ્સ ચલાલા ગામનો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે દાનેવ સોસયટીમાં રહેતાં અમીત વિજય સોલંકી અને અલ્પેશ મુકેશ સોલંકીની અટકાયત કરી ચોરી કરેલ સોનાનો ચેન, સોનાનો દાણો, રૂદ્રાક્ષનો પારો કુલ કિ.રૂ. ર.૭૦ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. આ કામગીરી ચલાલા પીઆઈ એ.ડી.ચાવડા, નિરજભાઈ દાફડા, વર્ષાબેન જનકાંત સહિતનો પોલીસ સ્ટાફે કરી હતી.