ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક શંકરસિંહ વાઘેલા રાજ્યના રાજકારણમાં ફરી સક્રિય થવા જઈ રહ્યા છે. તેઓ ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનને સંબોધશે. આ સંમેલન વિસાવદરના સુંદરબા બાગ હોલ, મિલન હોટલ પાછળ સવારે ૯ઃ૩૦ કલાકે યોજાશે. ત્યારે વિસાવદરની સંભવિત પેટાચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. આપ, ભાજપ-કોંગ્રેસ બાદ ચોથા પક્ષના રૂપે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મેદાનમાં ઉતરી શકે છે.
આ સંમેલન વિસાવદર વિધાનસભા બેઠક માટે સંભવિત પેટાચૂંટણી પહેલા યોજાઈ રહ્યું છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
શંકરસિંહ વાઘેલા આ સંમેલન દ્વારા જૂનાગઢ જિલ્લાના વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાશક્તિ પાર્ટીનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરશે.