વિસાવદર વિધાનસભા બેઠક પર પૂર્વ બે ધારાસભ્યોના શાબ્દીક પ્રહારો શાંત લેવાનું નામ નથી લેતું. ભુપત ભાયાણીના આક્ષેપો સામે હર્ષદ રીબડીયાએ મૌન તોડ્યું છે જ્યારે ભુપત ભાયાણીએ વળતો જવાબ આપ્યો છે આ બંને વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ મહત્વનું નિવેદન આપ્યું છે.
ભાજપ પાર્ટીએ દેશની શિષ્ટબધ્ધ પાર્ટી ગણાય છે. પરંતુ પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા વિસાવદર વિધાનસભા બેઠકના બે પૂર્વ ધારાસભ્યોના અંદરો અંદરનો કચવાટ ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પ્રતિનિધિ થવા વગરનું છે કારણ કે પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી આમદની પાર્ટીમાંથી જીત્યા બાદ પક્ષપલટો કરી ભાજપમાં આવી ગયા હતા તે સમયે હર્ષદ રીબડીયાએ ભુપત ભાયાણી સામે કોર્ટમાં પિટિશન કરી હતી જે બાદ આ પિટિશનનો ઉકેલ નહીં આવતા હજુ સુધી વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી થઈ શકી નથી આ વિવાદ વચ્ચે હર્ષદ રીબડીયા થોડા દિવસ પહેલા ઇકો ઝોનના વિરોધમાં આપના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા તેને લઈ ભુપત ભાયાણીએ નિવેદન આપ્યું હતું તેની સામે આજે બે દિવસ બાદ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મોન તોડ્યું હતું અને નિવેદન આપ્યું કે હું ખેડૂતોની સાથે છું અને ખેડૂતો સાથે જ રહેવાનો છું ભુપત ભાયાણી ઉપર કોઈ કોમેન્ટ કરવાની થતી નથી જેના જેવા વિચારો છે તે રજૂ કરે છે. જ્યારે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું અને વડાપ્રધાન મોદીની વિચારધારા સાથે જાડાયો છું હું કોઈ પક્ષમાં હવે જવાનો નથી બીજી તરફ વિધાનસભા બેઠકને લઇ કહ્યું કોર્ટ મેટર ચાલે છે તેમાં કોઈ કોમેન્ટ નહીં કરું. અમે બધા સાથે છીએ મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી ઇકોઝન મુદ્દે વડાપ્રધાનને મળવાની વાત મેં સંમેલનમાં કરી હતી કોઈ વિવાદિત નિવેદન આપ્યું નથી.
હર્ષદ રીબડીયાના નિવેદન પર વધુ એક વાર પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ પ્રહારો કર્યા છે. મોટાભાઈ છે તે મોટી વાતો કરે છે જો મન દુઃખ ન હોય તો મારી સાથે આવી પિટિશન પરત ખેંચી લેવી જોઈએ પિટિશન પરત ખેંચવાની રજૂઆત લઈને હર્ષદભાઈ પાસે હું ઘણીવાર ગયો હતો અને મહુડી મંડળમાંથી પણ પિટિશિયન બાબતે હર્ષદ રીબડીયાને સુચનાઓ આપવામાં આવી છે છતાં તે ઉલંઘન કરી રહ્યા છે. નાની એવી બાબતની પિટિશન કરી વિસાવદર વિધાનસભા બેઠકના ૨.૫૦ લાખ લોકો વિકાસથી વિહોણા છે અને કોઈ પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ જ વિસાવદર વિધાનસભા બેઠક પર નથી.. જેનું કારણ છે હર્ષદ રીબડીયા. ૨૦૨૩ માં ભુપત ભાયાણી સામે હર્ષદ રીબડીયાએ ભાયાણીના દીકરાની બાઈકની વિગત ચૂંટણી ફોર્મમાં છુપાવી હતી તે બાબતની પિટિશન કોર્ટમાં દાખલ કરાઈ હતી.
વિસાવદર વિધાનસભા બેઠકના બંને પૂર્વ ધારાસભ્યો આમને સામને આવ્યા છે જ્યારે આક્ષેપ પ્રતી આક્ષેપ થઈ રહ્યા છે જેની સામે હવે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું છે અને કહ્યું કે વિસાવદર વિધાનસભા વિસ્તારના લોકો સાથે આ બંને પૂર્વ ધારાસભ્યોએ ગદ્દારી કરી છે અને આ બંનેનો કચવાટએ હાસ્યસ્પદ છે. બંને ધારાસભ્યો એ અંગત કારણસર લોકોના કરોડો રૂપિયાની ગ્રાન્ટ જતી રહી અને વિકાસ થતો નથી કારણ કે આ વિસ્તારમાં બે પૂર્વ ધારાસભ્યોના પક્ષ પલટો અને લડાઈથી લોકો હેરાન થયા છે અને આ બંને પૂર્વ ધારાસભ્યોને ભાજપના રમકડા ગણાવ્યા છે અને નાની એવી હાસ્યસ્પદ નાની એવી મેટરની પિટિશન કરી છે અને જેના કારણે વિધાનસભા વિસાવદર બેઠક પ્રતિનિધિત્વ વગરની બની છે જ્યારે ભાજપ આ વિધાનસભા બેઠક હારી રહ્યું છે તે માટે આ ગતકળા કરી રહ્યું છે. જયારે બંને પૂર્વ ધારાસભ્યોએ જનતાનો ધ્રો કર્યા હોવાનું નિવેદન જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું હતું.
આમ વિસાવદર વિધાનસભા બેઠક પર બે પૂર્વ ધારાસભ્યો એક પક્ષમાં હોવા છતાં પણ પિટિશનનો અંત નથી આવતો જ્યારે કોંગ્રેસ હવે આ બાબતમાં ઝંપલાવ્યું છે જોવું એ રહ્યું કે વિસાવદર વિધાનસભા બેઠક પર થયેલ પિટિશન ક્યારે દૂર થાય છે અને ક્યારે લોકોને પોતાનો પ્રતિનિધિ મળશે.