ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ૩૮ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. સૌથી મોટો હુમલો એન્ક્લેવની ઉત્તરી કિનારે બીત લાહિયામાં એક ઘર પર થયો હતો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ૨૨ લોકો માર્યા ગયા હતા. હુમલા પહેલા બહુમાળી ઈમારતમાં ૩૦થી વધુ લોકો રહેતા હતા. હાલમાં અહીં પરિવારના ઘણા સભ્યો ગુમ છે. ઇઝરાયેલી દળોએ મધ્ય ગાઝામાં નુસિરાત શરણાર્થી શિબિર પર હુમલો કર્યો, જેમાં ૭ પેલેÂસ્ટનિયન માર્યા ગયા અને અન્ય ત્રણ હુમલાઓમાં ૯ માર્યા ગયા.
ઈઝરાયેલે કમલ અડવાન હોસ્પિટલની નજીક પણ હુમલો કર્યો, જે ગાઝાના ઉત્તરી કાંઠે બેટ લાહિયા અને જબાલિયા શહેરોની વચ્ચે Âસ્થત છે. ઇઝરાયલી ઘેરાબંધી વિસ્તારના એક ભાગ બીટ હનુનમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં પણ ઘણા લોકો માર્યા ગયા છે. તેમની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી. અહીં અનેક લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. આ પહેલા ઇઝરાયલીઓએ સેન્ટ્રલ ગાઝામાં નુસિરાત કેમ્પમાં એક ઘર પર હુમલો કર્યો હતો
હવાઈ હુમલામાં ૭ પેલેસ્ટાઈન માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ગાઝા શહેરમાં બે ઘરો અને ભીડ પર ત્રણ અલગ-અલગ ઇઝરાયેલી હવાઈ હુમલામાં નવ અન્ય લોકો માર્યા ગયા હતા, જેમાં પત્રકાર ઇમાન અલ-શાંતિ, તેના પતિ અને તેમના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે, પેલેસ્ટિનિયન નાગરિક કટોકટી સેવાઓ અને ચિકિત્સકોએ જણાવ્યું હતું. અલ-શાંતિ ઇઝરાયેલ દ્વારા માર્યા ગયેલા ૧૯૩મા પત્રકાર છે. માર્યા ગયેલા લોકોમાં ચાર બાળકો, તેમના માતા-પિતા અને દાદા-દાદી સહિત આઠ જણના પરિવારનો સમાવેશ થાય છે.