સાવરકુંડલાના વીજપડી આઉટપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતાં એક આર્મ લોકરક્ષકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અબાયુનુસ રજાકભાઈ મસ્તકીએ વીજપડીમાં રહેતા ઇનાયત ફીરોઝભાઈ ચૌહાણ, જાવેદભાઈ ઈનુસભાઈ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે તેમની કાયદેસરની ફરજના ભાગરૂપે વાહન ચેકિંગ માટે આરોપીની મોટર સાયકલ ઉભી રખાવતાં સારું નહોતું લાગ્યું અને ઝપાઝપી કરી ઢીકાપાટુ મારી ઈજા પહોંચાડી હતી. તેમજ કમરમાંથી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એ.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.