વીજપડી પે. સેન્ટર શાળા ખાતે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓ માટે આ દિવસ ભાવુક અને યાદગાર બની રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શાળાની યાદગાર પળો યાદ કરી શિક્ષકગણ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના શિક્ષકોએ વિદાય સંબોધનમાં વિદ્યાર્થીઓને પરિશ્રમ અને સદાચારનો માર્ગ અપનાવવા પ્રેરણા આપી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓ, ગીતગાન અને લાઠીદાવ રજૂ કર્યો હતો. જેના દ્વારા શાળા જીવનના મીઠા સંસ્મરણોને ઉજાગર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના દરેક શિક્ષકોએ વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર આયોજન શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.