૭/૧રનાં ઉતારામાં એક કરતા વધારે ખાતેદારોનાં નામ હોય તો વીજ જાડાણ મેળવવા માટે દરેક ખાતેદારોની મંજુરી બાદ જ નવું વીજ જાડાણ મળતું હતું. આ બાબતની રજૂઆતો રાજ્ય સરકારને મળતા પાણીનાં સ્ત્રોતો, કૂવાઓ અથવા બોર અલગ-અલગ હોય તો દરેક ખાતેદારને વીજ જાડાણ મળશે. જેના કારણે રાજ્યનાં લાખો ખેડૂત ખાતેદારોને ફાયદો થશે. નવા નિર્ણય મુજબ સહમાલિકનાં સંમતિ પત્રકનાં બદલે એફિડેવીડ કરાવાનું રહેશે. રાજ્ય સરકાર દ્વારા કરાતા પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરાએ આવકાર્યો હતો.