સાવરકુંડલા સ્થિત ‘સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ’ દ્વારા વૃદ્ધોના સન્માનમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા ‘મા-બાપનું ઘર વૃદ્ધાશ્રમ’ના વૃદ્ધો માટે ચારધામ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાનાર આ યાત્રામાં વૃદ્ધો માટે શાહી ભોજનનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ સૌરાષ્ટ્રની ચારધામ યાત્રા માટે પ્રસ્થાન કરવામાં આવશે. યાત્રા દરમિયાન
વૃદ્ધોને દરેક ધામના દર્શન કરાવવામાં આવશે, સાથે તેમને સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ‘સબકા માલિક એક’ ટ્રસ્ટ માત્ર
વૃદ્ધોની સેવા પૂરતું મર્યાદિત નથી. ટ્રસ્ટ દ્વારા સામાજિક, શૈક્ષણિક અને માનવીય ઉપયોગી સેવાઓ પણ આપવામાં આવે છે.