વેજલપુરના ફતેવાડી વિસ્તારમાં યુવાનની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓનું રોડ રેમ્પિંગ કરાવ્યું. મોડી રાત્રે યુવાનની હત્યા કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આજે હત્યાની વધુ તપાસ માટે પોલીસ આરોપીને લઈને ઘટના સ્થળ પર પહોચી. પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે રી- કન્સ્ટ્રકશન કરાવ્યું. દરમ્યાન હત્યા અંગે વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ વેજલપુર નજીક ફતેવાડીમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં યુવાન ભોગ બન્યો. બે જૂથ વચ્ચે ચાલતી જૂની અદાવતમાં નવાઝીસ ઉર્ફે રઘુ શેખની હત્યા કરવામાં આવી. જા કે આ ઘટનામાં અથડામણ દરમ્યાન આરોપીઓને પણ ઇજા પંહોચી હતી. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રઘુ શેખની હત્યાના ગુનામાં પોલીસે કુલ ૯ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી. ફેબ્રિકેશનના ધંધાને લઈને બે જૂથ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ રહેતો હતો. બે દિવસ અગાઉ ધંધામાં ચાલતી તકરારનો ખાર રાખી મોડી રાત્રે બિસ્મિલ્લા મસ્જીદ પાસે નાઝીમ શેખ સહિતના પાંચ આરોપીઓએ સરતાજનો ઘરે હુમલો કર્યો. નાઝીમ અને સરતાજના લોકો વચ્ચે મારામારી થઈ. જા કે અદાવતમાં બદલો લેવા નીકળેલ નાઝીમ શેખ જ હુમલાનો ભોગ બન્યો અને મૃત્યુ પામ્યો.
ફતેવાડીમાં બે જૂથ અથડામણના હુમલા અને યુવાનની હત્યાની તપાસ કરતી પોલીસને હકીકત સામે આવી. તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામનાર નાઝીમ શેખ અને સરતાજ બંને ફેબ્રિકેશનનો ધંધો કરે છે. એક જ ધંધામાં હોવાથી બંને વચ્ચે તીવ્ર સ્પર્ધા રહેતી હતી. જેના કારણે તેમની વચ્ચે તકરાર થતી અને આ તકરાર અંતે હિંસક હુમલામાં પરિણમી. અદાવતના હુમલામાં નવાઝીસનું મૃત્યુ થતા પોલીસે ૯ આરોપીઓ સામે ફરિયાદ નોંધી ૫ શખ્સની ધરપકડ કરી. જ્યારે ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા.