હાલ ધારીના સેમરડી (દલખાણીયા) ગામે રહેતી એક પરિણીતાને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કુકરાસા ગામે રહેતા પતિ તથા સાસરિયાએ કરિયાવર મુદ્દે કનડગત કરી ત્રાસ આપ્યો હતો. બનાવ અંગે રેશ્માબેન રફીકભાઈ દરજાદા (ઉ.વ.૩૦)એ રફીકભાઇ ફકીરાભાઇ દરજાદા, અબુભાઇ ફકીરાભાઇ દરજાદા, સમીરભાઇ કાદુભાઇ દરજાદા તથા રેહાનાબેન અબુભાઇ દરજાદા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓ તેમને અવાર-નવાર કરિયાવર લાવવા બાબતે મેણા-ટોણા મારતા હતા.ઉપરાંત મુંઢમાર મારી, ગાળો બોલીને શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપતા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.બી.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.