કોડીનાર તાલુકા કાનૂની સેવા સમિતિ, ત્રિનેત્ર અને નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ -કાજ મુકામે સંસ્થાના તાલીમાર્થીઓને રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસનું મહત્વ અને આ દિવસ કાયદાકીય જાગૃતિને પ્રોત્સાહન આપવા તેમજ કાનૂની પ્રક્રિયા અને સમાન ન્યાયની સમજ, કાનૂની સહાય યોજનાઓ, લોક અદાલતો અને કાનૂની જાગૃતિ ઝુંબેશ વિશે તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. લીગલ સેક્રેટરી અશ્વિનભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએલવી પ્રકાશ જે. મકવાણા તેમજ સંચાલક ભરતભાઈ રાઠોડ અને રામસિંગભાઈ સોસા, વિપુલભાઈ પરમાર, અલ્પાબેન સોલંકી તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.