વરાછા બેંક ઓડીટોરીયમમાં યોજાયેલા ૯૨મા થર્સ-ડે થોટ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે દરેક શરીરને પોતાની પ્રકૃતિ હોય છે જે આરોગ્ય અને સ્વભાવને અસર કરે છે. મનુસ્મૃતિમાં દર્શાવેલ વર્ણ વ્યવસ્થાનો મૂળ આધાર માણસની પ્રકૃતિ છે. આયુર્વેદમાં એમ.ડી ગોલ્ડ મેડાલીસ્ટ અને વર્ષોથી આયુર્વેદની પ્રેક્ટિસ કરતા ડો. દેવાંગી જોગલે કહ્યું વાત-પિત અને કફ એ માનવ શરીરની ત્રણ પ્રકૃતિ છે. વાપી બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્રજ કન્સ્ટ્રકશનના સુધીરભાઈ એલ. સાવલીયા તથા હોંગકોંગથી હીરા ઉદ્યોગના અગ્રણી સંજયભાઈ મોહનભાઈ કેવડીયા સજોડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.