૨૬ જુલાઈ ૧૯૯૯ ના દિવસે ભારતના વિજય સાથે કારગીલ યુધ્ધનો અંત થયો હતો. જેમાં પાકિસ્તાનના હજારો આતંકવાદીઓને ભારતના જાંબાઝ સેનાએ ઠાર કર્યા હતા. આ યુધ્ધમાં ભારતના ૫૨૭ વીર જવાનોએ શૌર્ય સાહસ સાથે બલીદાન આપ્યા હતા તથા ૧૪૦૦ થી વધારે જવાનો ઘાયલ થયા હતા. આ ઓપરેશન વિજયની યાદમાં ૨૬ જુલાઈ કારગીલ વિજય દિવસની ૨પ મી વર્ષગાંઠ નિમિત્તે અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ તથા વીર શહીદ મનીષ મહેતા મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા રાજકમલ ચોકમાં અમર જવાન જ્યોત ખાતે શહીદ વીર જવાનોને પૂષ્પાંજલિ અર્પણ કરી વીર જવાનોના બલીદાનને વંદના કાર્યકમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રતાપસિંહ રાઠોડ, મનોજ મામા, ડો. પંકજભાઈ ત્રિવેદી, ભાવેશભાઇ કાબરીયા, ડી.જી.મહેતા, કરણ વાંજા, મહેશભાઈ જળુ, અશોકભાઈ તનવાણી, પ્રકાશ રાજગોર સહિત સંગઠનના હોદ્દેદારો તથા શહેરના રાષ્ટ્રપ્રેમી જોડાયા હતા.