અમરેલીમાં આવેલી શાંતાબેન હરિભાઈ ગજેરા અંગ્રેજી માધ્યમ શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ મકરસંક્રાંતિ પર્વની અનોખી ઉજવણી કરી હતી. તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સૂર્યદેવને જળ અર્પણ કરી વંદન કર્યું હતું.મકરસંક્રાંતિ એ માત્ર સૂર્યની ઉપાસનાનો જ નહીં, પરંતુ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા અને આદરનો પણ તહેવાર છે. આ દિવસ જીવનના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટેનો આદર્શ સમય ગણાય છે. આ પ્રસંગે શાળાના આગેવાન વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે નાનપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો.