શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ અને ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ તથા જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ તેમજ જિલ્લા કક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલના બાલમંદિરથી ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં ૪૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા તમામ ગુરુજનોને કુમકુમ-ચંદલો કરી વંદન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંગીત અને ગુરુ-શિષ્ય થીમ પર નાટકની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગુરુ વિષય પર ડ્રોઇંગ, નિબંધ લેખન, ગુરુ વક્તૃત્વ અને ગુરુ મહિમા વિષય પર કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં મંત્રી ચતુરભાઈ ખુંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય ઉજવણીમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, પ્રિન્સિપાલો અને શિક્ષકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.