બળવાખોર જૂથ સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ કોલંબિયામાં હિંસા ચાલુ છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ૮૦ થી વધુ લોકોનાં મોત થયા છે અને લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા છે. હિંસાને કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ હિંસા કોલંબિયાના કેટાટુમ્બો વિસ્તારમાં થઈ રહી છે. હિંસાને ધ્યાનમાં રાખીને, કોલંબિયા સરકારે આ વિસ્તારમાં પાંચ હજાર સુરક્ષા દળો તૈનાત કર્યા છે.
કેટાટુમ્બો પ્રદેશ કોકેઈનના ઉત્પાદન અને હેરફેર માટે કુખ્યાત છે. આ હિંસા બે સશસ્ત્ર જૂથો વચ્ચે થઈ રહી છે જેનો પ્રદેશમાં પ્રભાવ છે નેશનલ લિબરેશન આર્મી અને કોલમ્બીયન રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સિસ . નેશનલ લિબરેશન આર્મીથી અલગ થયા બાદ ૨૦૧૭ માં રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સની રચના કરવામાં આવી હતી. આ બંને જૂથો વચ્ચે શાંતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ તે નિષ્ફળ ગયા પછી, હિંસા ફાટી નીકળી. ઘણા સામાન્ય નાગરિકો પણ આ હિંસાનો ભોગ બન્યા છે.