જાફરાબાદનાં શિયાળબેટની પાર્વતી પ્રસાદ નામની બોટમાંથી એક યુવાન ચાર-પાંચ દિવસ પહેલા દરિયામાં પડી જતા લાપત્તા થયો હતો. શિયાળબેટના શુકરભાઇ વિનુભાઈ ગુજરીયા લાપતા થતા પાંચ દિવસ થવા છતાં આજદિન સુધી યુવાનની કોઈ ભાળ મળી નથી જેથી પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો છે. યુવાનની કોઈ જ જાણકારી ન મળતા તેમની માતાએ અન્નજળનો ત્યાગ કર્યો હતો અને તેમના ભાભી હૈયાફાટ રૂદન કરી રહ્યાં છે. શુકરભાઈ ગુજરીયાને શોધવા માટે તેમનો પરિવાર તંત્ર સામે આજીજી કરી રહ્યો છે.