બાંગ્લાદેશની વચગાળાની સરકારે સોમવારે જણાવ્યું હતું કે તેણે હકાલપટ્ટી કરાયેલ વડા પ્રધાન શેખ હસીનાને ઢાકા પરત મોકલવા માટે ભારતને રાજદ્વારી નોંધ મોકલી છે. હસીના ૫ ઓગસ્ટથી ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહી છે. વિદ્યાર્થીની આગેવાની હેઠળના વિરોધ વચ્ચે તેણી દેશ છોડીને ભારત આવી હતી. શેખ હસીના બાંગ્લાદેશમાં ૨૦ વર્ષ સુધી સત્તા પર રહી. તે ૨૩ જૂન ૧૯૯૬ના રોજ પ્રથમ વખત પીએમ બન્યા હતા.
ઢાકા સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે હસીના અને તેના કેબિનેટ મંત્રીઓ, સલાહકારો, સૈન્ય અને વહીવટી અધિકારીઓ સામે ‘માનવતા અને નરસંહાર વિરુદ્ધના અપરાધો’ માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે.વચગાળાની સરકારના વિદેશ મંત્રી તૌહીદ હુસૈને તેમની ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે ભારત સરકારને રાજદ્વારી સંદેશ મોકલ્યો છે કે તેણી (હસીના)ને બાંગ્લાદેશમાં ન્યાયિક પ્રક્રિયા માટે ઢાકા પરત મોકલવામાં આવે.”
અગાઉના દિવસે, ગૃહ મંત્રાલયના સલાહકાર જહાંગીર આલમે જણાવ્યું હતું કે તેમની ઓફિસે વિદેશ મંત્રાલયને ભારતમાંથી હકાલપટ્ટી કરાયેલ વડા પ્રધાન હસીનાના પ્રત્યાર્પણ માટે પત્ર મોકલ્યો છે. એક પ્રશ્નના જવાબમાં તેણે મીડિયાને કહ્યું, “અમે તેના (હસીના) પ્રત્યાર્પણને લઈને વિદેશ મંત્રાલયને પત્ર મોકલ્યો છે. આ પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.”આલમે કહ્યું કે ઢાકા અને નવી દિલ્હી વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પહેલાથી જ અÂસ્તત્વમાં છે. આ સંધિ હેઠળ હસીનાને બાંગ્લાદેશ પરત લાવી શકાય છે.
વાસ્તવમાં, બાંગ્લાદેશમાં, ૫ જૂને, હાઇકોર્ટે નોકરીઓમાં ૩૦% ક્વોટા સિસ્ટમ લાગુ કરી હતી, જેના પછી ઢાકાની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું. આ અનામત સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને આપવામાં આવી રહી હતી. જ્યારે આ આરક્ષણ નાબૂદ કરવામાં આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓએ વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં પ્રદર્શન હિંસક બની ગયું. ૫ ઓગસ્ટે પ્રદર્શનકારીઓ પીએમ હાઉસમાં ઘૂસી ગયા હતા. જે બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા. આ પછી સેનાએ દેશની કમાન સંભાળી. બાદમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં સલાહકાર સરકારની રચના કરવામાં આવી હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૨૦૧૩માં પ્રત્યાર્પણ કરાર થયો હતો. ભારતના ઉત્તર-પૂર્વના આતંકવાદી જૂથના લોકો બાંગ્લાદેશમાં છુપાયેલા હતા. સરકાર તેમને બાંગ્લાદેશમાં શરણ લેતા રોકવા માંગતી હતી. તે જ સમયે બાંગ્લાદેશના પ્રતિબંધિત સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીનના લોકો ભારતમાં આવીને છુપાઈ રહ્યા હતા. આથી બંને દેશોએ આ સમસ્યાનો સામનો કરવા માટે આ કરાર કર્યો હતો. આ સમજૂતી હેઠળ બંને દેશો એકબીજાના સ્થળોએ આશ્રય લઈ રહેલા ભાગેડુઓને પરત કરવાની માંગ કરી શકે છે.
જા કે, સમજૂતી મુજબ, ભારત રાજકીય રીતે સંબંધિત મામલામાં કોઈ વ્યÂક્તને પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કરી શકે છે, પરંતુ જા તે વ્યક્તિ વિરુદ્ધ હત્યા અને અપહરણ જેવા ગંભીર કેસ નોંધવામાં આવે તો તેના પ્રત્યાર્પણને રોકી શકાય નહીં. બાંગ્લાદેશમાં બળવા પછી રચાયેલી યુનુસ સરકારે શેખ હસીના વિરુદ્ધ હત્યા, અપહરણથી લઈને રાજદ્રોહ સુધીના ૨૨૫ થી વધુ કેસ નોંધ્યા છે. દરમિયાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને ફાસીવાદી ગણાવ્યા છે. હસીનાએ કહ્યું કે મોહમ્મદ યુનુસ ફાસીવાદી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. આ સરકાર સ્વતંત્રતા વિરોધી અને કટ્ટરવાદીઓની સમર્થક છે. શેખ હસીનાએ કહ્યું કે દેશવિરોધી શÂક્તઓએ દેશી અને વિદેશી ષડયંત્ર દ્વારા ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે સત્તા પર કબજા કર્યો.

તમને જણાવી દઈએ કે ૧૬ ડિસેમ્બરે બાંગ્લાદેશમાં આઝાદીની ૫૩મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ૧૯૭૧માં બાંગ્લાદેશે ભારતની મદદથી પાકિસ્તાનથી આઝાદી મેળવી હતી.