ખાંભાના મોટા સમઢીયાળા ગામે શેઢા બાબતે બોલાચાલીમાં ખેડૂતને લાકડાનો ધોકો માર્યો હતો. બનાવ અંગે ધારીના વિરપુર ગામે રહેતા મનસુખભાઈ હંસરાજબાઈ સોડવડીયા (ઉ.વ.૪૪)એ મોટા સમઢીયાળા ગામે રહેતા વિનુભાઈ રાઘવભાઈ શેલડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે તેના બનેવી ધનજીભાઇ રાઘવભાઇ શેલડીયાની જમીન ફાર્મે રાખી હતી. જે તેમને ગમતું નહોતું અને આગાઉ થોડા સમય પહેલા તેમને તથા ત્હોમતદારને પાણી તથા શેઢા બાબતે બોલાચાલી થઈ હતી. આ વાતનું મનદુઃખ રાખી ‘મને અગાઉ કેમ ગાળો આપી’ તેમ કહી લાકડાના ધોકા વડે ફટકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.