સાવરકુંડલાના શેલણા ગામે એક યુવકને દુકાન બંધ કરાવી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે વેલ્ડીંગનો ધંધો કરતા હિંમતભાઇ ગૌરીશંકરભાઇ સાંકળીયા (ઉ.વ.૫૦) એ ભાવનગરના જેસર તાલુકાના કાત્રોડી ગામના યુવરાજસિંહ સરવૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પત્નીએ આરોપી વિરુદ્ધ વંડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમની દુકાને આવી ગાળો બોલીને ધક્કો માર્યો હતો. ઉપરાંત દુકાન બંધ કરાવી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.