અમદાવાદના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવા, વિવિધ વ્યવસાયો અને કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે ૨૦૧૯માં ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ’ નો પ્રારંભ કર્યો હતો. આના તર્જ પર ૧૨ ઓક્ટોબર એટલે કે દશેરાના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ’નો શુભારંભ કરાવ્યો હતો.
આ ફેસ્ટીવલમાં વિવિધ શોપિંગ ઝોન અને હોટસ્પોટ્સ પર મુલાકાતીઓને શોપિંગની સાથે સેલિબ્રેશનનો પણ ભાગ બનવાની તક મળી રહી છે. ૧૪ જાન્યુઆરી, ઉત્તરાયણ સુધી એટલે કે કુલ ૯૫ દિવસ સુધી ચાલનારા ફેસ્ટીવલને ૧૨ આૅક્ટોબરથી ૧ નવેમ્બર ૨૦૨૪, ૧૧ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ અને ૧૫ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ એમ ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં ૨૦ લાખથી વધુ લોકોએ ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ’ ની મુલાકાત લીધી હતી.આ ફેસ્ટીવલનું ૪ મુખ્ય શોપિંગ ડીસ્ટ્રીક- સિંધુ ભવન રોડ, ઝ્રય્ રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, સાયન્સ સિટી, વસ્ત્રપુર, પ્રહલાદનગર રોડ અને અમદાવાદ વન, પેલેડિયમ મોલ જેવા શોપિંગ મોલ્સ સહિત ૧૪ હોટસ્પોટ્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
‘અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ’ ૨૦૨૪-૨૫નો મુખ્ય ઉદ્દેશ શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાનો, અર્થવ્યવસ્થાને વેગ આપવાનો અને ખરીદીના શોખીનો માટે અમદાવાદને અગ્રણી સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. શોપિંગ ફેસ્ટીવલમાં દૈનિક વસ્તુઓથી માંડીને દુર્લભ વસ્તુઓનું વેચાણ, વિવિધ સ્થળોએ લાઈટ ડેકોરેશન, સેલ્ફી પોઈન્ટ્સ, મ્યુઝિક ફેસ્ટીવલ, સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજીક શો, ફ્લી માર્કેટ સહિતની આકર્ષક પ્રવૃત્તિઓના કારણે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ’ ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ૧૨ આૅક્ટોબરથી ૧ નવેમ્બર ૨૦૨૪ સુધીના પ્રથમ તબક્કામાં ૨૦ લાખથી વધુ લોકોએ ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ’ ની મુલાકાત લીધી હતી, જેમાં ૭.૫ લાખ લોકોએ શોપિંગ ઝોનમાં અને ૩.૬ લાખ અમદાવાદ વન મોલમાં હાજરી આપી હતી.
‘અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ’ માં ખરીદદારોનો ઉત્સાહ વધારવા માટે તેઓ મહત્તમ ડિસ્કાઉન્ટ, લકી ડ્રા, કૂપન અને આકર્ષક ઇનામોનો લાભ લઈ શકે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે, વિવિધ દુકાનોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ’ ની લાઈટ્સ અને સજાવટના કારણે પણ લોકો ફેસ્ટીવલમાં ભાગ લેવા પ્રેરાયા છે. સીજી રોડ જેવા રોશનીવાળા વિસ્તારોમાં ૩૦-૪૦ દુકાનોના વેચાણમાં ૧૨-૧૫%નો વધારો થયો છે. ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ’ના કારણે આૅક્ટોબર ૨૦૨૪માં ૬૯,૯૦૪ કરોડનું વેચાણ જાવા મળ્યું હતું, જે આૅક્ટોબર ૨૦૨૩ કરતાં ૨૦.૫% વધારે છે.