શ્રીજી વિદ્યાર્થી ભુવનના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ અમરેલીની નામાંકિત શીતલ આઈસ્ક્રીમ કંપનીની મુલાકાત લઈને એક અનોખો અનુભવ મેળવ્યો છે.
આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે જોડાયેલ વ્યવહારુ જ્ઞાન મેળવ્યું છે અને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રેરણા મેળવી છે. શીતલ કુલ પ્રોડક્ટ્‌સના માલિક દિનેશભાઈ ભુવા અને હાર્દિકભાઈ ભુવાએ વિદ્યાર્થીઓને કંપનીના વિવિધ વિભાગોની મુલાકાત કરાવી અને તેમને કાર્ય પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રીજી વિદ્યાર્થી ભુવનના સંચાલક દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસિયાએ શીતલ કુલ પ્રોડક્ટ્‌સના માલિકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓને આવી મુલાકાતોથી ઘણો લાભ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.