અમરેલીની શ્રીજી વિદ્યાર્થી ભુવન શાળામાં ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે પુસ્તક વાંચન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રના મહાપુરુષોના જીવન અને કવન પરના પુસ્તકોનું વાંચન કર્યું હતું અને તેમના વિશે સામૂહિક ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓએ પુસ્તકોની
વિસ્તૃત સમીક્ષા કરી હતી અને પોતાના જ્ઞાન અને બૌદ્ધિક ક્ષમતાને વધારવા માટે પુસ્તકોના વાંચનનું મહત્વ સમજ્યું હતું. પુસ્તકોના વાંચન દ્વારા વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષાઈ હતી. રાષ્ટ્રના ઘડતરમાં ઉમદા યોગદાન આપનારા રાષ્ટ્રવીરોના જીવનમાંથી વિદ્યાર્થીઓએ પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યું હતું.