અમરેલીના ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ હાલમાં જમ્મુ-કાશ્મીરમાં કૃષિ યુનિવર્સીટીની મુલાકાત લીધી હતી. આ રાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધતા જણાવ્યુ હતું કે, પ્રવાસન ક્ષેત્રના વિકાસની દિશામાં સહકારને સામેલ કરી સહકારીતાનો વ્યાપ વધારવા સાથે કૃષિ, પશુપાલન, પ્રવાસન અને આત્મનિર્ભર યોજનાઓને ગતિશીલ બનાવવા આહવાન કરવા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન ‘સહકારથી સમૃધ્ધ’ તરફ આગળ વધવા સંઘાણીએ જણાવ્યુ હતું. આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં કશ્મીર ડેરી ચેરમેન વિક્રાંત ડોગરા, ઈફકો સ્ટેટ માર્કેટીંગ મેનેજર સુખપાલ સિંહ સિધ્ધુ, ડાયરેકટર એમ.કે. વર્મા, ઈફકો આર.જી.બી. સદસ્યા સકિલા અખ્તર, સરહદ પ્રવાસન સમિતિ અધ્યક્ષ ખાલીદ લોન, શ્રીનગર વિશ્વ વિદ્યાલય કુલપતિ નજીર અહેમદ વગેરે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દિલીપભાઈ સંઘાણીએ આ કોન્ફરન્સ દરમિયાન પહાડી પ્રદેશોમાં ચાલતી વિવિધ સહકારી પ્રવૃત્તિઓને નિહાળી હતી.