અમરેલીમાં ગજેરા કેમ્પસની વિવિધ સ્કૂલોમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર શાળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિષય શિક્ષક, પ્રિન્સિપાલ બની અભ્યાસ અને સહ અભ્યાસિક કાર્ય કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પણ શિસ્ત સાથે આદર્શ વિદ્યાર્થી બની જ્ઞાન મેળવ્યું હતું. ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાના જીવન દરમિયાન કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થી પ્રિય પ્રોફેસર કુલપતિ ઉપરાંત, ત્રણ વર્ષ રશિયામાં ભારતના રાજદૂત તરીકે, દસ વર્ષ ભારતના ઉપરાષ્ટ્રપતિ અને પાંચ વર્ષ ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ તરીકે, ચાર વર્ષ યુનેસ્કોની કારોબારી સમિતિના સભ્ય અને અધ્યક્ષ તરીકે મહત્વના હોદ્દા પર રહી અભુતપૂર્વ કામગીરી કરી હતી. વિશ્વના ૧૩ દેશોએ તેમને માનદ ડોક્ટરેટની પદવીથી નવાજયા હતા. આ તકે પ્રમુખ વસંતભાઇ ગજેરા, મંત્રી મસુખભાઇ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ સ્ટાફ અને વિદ્યાર્થીઓને શિક્ષક દિનના અભિનંદન પાઠવ્યા હતા.