અમરેલી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના સ્પોટ્‌ર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ તારીખ ૮ થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સિઝન ૩.૦ માં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ એથ્લેટિકસની જુદી-જુદી ઇવેન્ટમાં ભાગ લઈ સિદ્ધિઓ મેળવી હતી. જેમાં મેણીયા ધ્રુવી અશોકભાઈ- ગોલ્ડ મેડલ, બાંભણિયા રાજવીર- સિલ્વર મેડલ, ડોબરીયા પ્રાંજલ- સિલ્વર મેડલ, રામોલિયા રિયા –સિલ્વર મેડલ, ચાવડા આયુષ -બ્રોન્ઝ મેડલ, સાકળીયા મિત-બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેમજ સોલંકી સૃષ્ટિ – ચોથો તથા તાવિયા દ્રષ્ટિ અને દુમાંદીયા મિતે સાતમો નંબર પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને રૂ. ૬૧૦૦, દ્વિતીય નંબર મેળવનારને રૂ. ૫૧૦૦ અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને રૂ. ૪૧૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.