દિન દુઃખીયા અને દુઃખી માણસોની પીડા જાઈએ માણસનાં હૃદયમાંથી સત્વ અને તત્વની પવિત્ર ગંગા વહે એટલે દુઃખીયા માણસોની સેવા થાય છે. પ.પુ. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજનો જન્મ ભાવનગર જિલ્લાનાં તરસમીયા ગામે સને.૧૯૩૦માં મહાશિવરાત્રીનાં પવિત્ર દિવસે થયો હતો. બાળપણમાં માતા પિતા તેમજ સાધુ સંતોની પ્રેમથી સેવા કરતા હતા. વેદોની પવિત્ર નગરી કાશીમાં ૧ર વર્ષ સુધી રહીને અભ્યાસ કર્યો હતો. પ.પુ. સ્વામી નિર્દોષાનંદજીએ કયારેય રૂપિયાને હાથ અડાડ્યો નહી અને પગપાળા ચાલતા-ચાલતા સતત પરીભ્રમણ કરતા રહ્યા. દિન-દુઃખીયા લોકો, નિરાધાર લોકોની સેવામાં પોતાનું આયખુ પુરૂ કરનાર સંતના વિચારો કેટલા પવિત્ર હોય એ જાણવા જેવું છે. પ.પુ. સ્વામી શ્રી નિર્દોષાનંદજી સેવક સમુદાય સાથે ભાવનગર જિલ્લાનાં ઢસા ગામે ર૦૦પ માં મહાશિવરાત્રીનાં ધાર્મિક ઉત્સવ દરમ્યાન આશીર્વચન આપી રહ્યા હતા ત્યારે સેવક સમુદાય સામે દિન-દુઃખીયા અને ગરીબ માણસોની આરોગ્યની સેવા કરવા વિનામૂલ્યે હોÂસ્પટલ શરૂ કરવાનું સૂચન કર્યું. કોઈ ટ્રસ્ટ હતું નહી. હોÂસ્પટલના નામે ફંડ-ફાળો કે ફિ પણ લેવાની નહી આવો આગ્રહ ગુરુજીનો હતો. એ વાત ટ્રસ્ટી બી.એલ. રાજપરાએ મને કરી ત્યારે ખુબ આશ્ચર્ય થયું કે શ્રધ્ધામાં કેટલો વિશ્વાસ હશે કે આજે સેવાની જયોત વટવૃક્ષ બની. આમ છતાં પણ દર્દીના કેસ ફિના પણ રૂપિયા લેવામાં આવતા નથી. ત્યારે આશ્ચર્ય એ થાય છે કે માનવતા વિહિન કેટલાક અધિકારીઓ, નેતાઓ અને ધનાઢ્ય સંપત્તિઓનાં માલિકો જેની બીજી પેઢી ધન કે આબરૂ સાચવી શકે તેમ નથી તેવા લોકો આ સંપત્તિને શું કરશે ? તમને પણ આ વિચાર જરૂરથી આવતો જ હશે ? મેં કર્યું, મારા હિસાબે કામ મંજૂર થયું, મે દાન આપ્યું. આવા શબ્દો વચ્ચે અહીં કોણ-કયારે-કેટલા આપીને ગયા. નામ સુધ્ધાનો કોઈને મોહ નથી. માત્ર સેવા અને પ્રભુ કૃપા એ જ એમના મનમાં છે. ર૦૧૧માં હોસ્પિટલનું બાંધકામ પૂર્ણ થતાં જન સેવા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના ગરીબ કે તવંગરને અલગ-અલગ સુવિધાઓ વિના સહુ સમાન એ ધ્યેય સાથે જરૂરીયાતમંદ દર્દીઓને તદ્દન વિનામૂલ્યે આરોગ્યની સેવાઓ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ર૮,૦૮,૯ર૪ દર્દીઓને ઓ.પી.ડી. સારવાર આપવામાં આવી છે. ૮પ૪૧૭ ઓપરેશન કરવામાં આવ્યા છે. ૧૩૪૪૯ પ્રસૂતિ કરાવવામાં આવી છે. ૧૩,૪૬,પ૮૧ દર્દીઓએ એકસરે-સોનોગ્રાફી, લેબોરેટરીનો લાભ લીધો છે. હોસ્પિટલમાં દાખલ થયેલા ૩૬,૪૧,૦૬પ દર્દીઓ અને તેના સગા સંબંધીઓએ વિનામૂલ્યે ભોજન પ્રસાદનો લાભ લીધો છે. હાલમાં દરરોજ ૧ર૦૦ જેટલી ઓ.પી.ડી. રહે છે. ૧રપ બેડની હોસ્પિટલ છે. જયારે ૧રપ બેડની ક્ષમતા સાથે નવનિર્મિત બિલ્ડીંગનું કામ શરૂ છે. આ હોસ્પિટલમાં જનરલ સર્જન, ફિઝીશ્યન, ગાયનેક, પિડીયાટ્રીશ્યન, યુરોલોજીસ્ટ, ઈ.એન.ટી, આંખ, ઓર્થોપેડીક, ડેન્ટલ, ફિઝીયોથેરાપી જેવા વિભાગોમાં નિયમિત ડોકટરો સેવા આપે છે. જનસેવાનાં મંત્ર સાથે ચાલતી આ હોસ્પિટલમાં વહિવટી ખર્ચ દર મહિને એક કરોડ ઉપરાંત આવે છે. બાકીના ખર્ચાઓ અલગ આમ છતાં ગુરૂશ્રી નિર્દોષાનંદજીના આશીર્વાદ અને સેવક સમુદાયના સહયોગથી ફંડ ફાળા ઉઘરાવવા જવુ નથી પડતું. આથી વધુ ઈશ્વરના આશીર્વાદ બીજા શું હોઈ શકે ? અહીં હોસ્પિટલના કામકાજ માટે ટ્રસ્ટના ઉપપ્રમુખ બી.એલ. રાજપરા અને ટ્રસ્ટીઓ સતત જન કલ્યાણ અને સેવાના આ યજ્ઞમાં સેવા આપી રહ્યા છે. સાથે સાથે ડોકટરો અને સ્ટાફ પણ માનવસેવાના યજ્ઞમાં જાડાયેલા છે. અહીં હોસ્પિટલના કામકાજ માટે
સંપર્ક નં.૯૮૭૯પ ૩૪૪પ૧ છે.