સાવરકુંડલાની સંસ્કાર વિદ્યાલયની બાળાઓ તાલુકા કક્ષાની કલા મહાકુંભમાં ગરબા અને લગ્ન ગીતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ પસંદગી પામતા શુભેચ્છાઓનો ધોધ શરૂ થયો છે. આ કૃતિઓ અમીબેન પરમાર, રૂપલબેન ડોબરીયા, નિકિતાબેન જેઠવા અને વૈશાલીબેન ભટ્ટ દ્વારા તૈયાર કરવામાં હતી. શાળાના આચાર્ય કેતનભાઇ રાવલ તથા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિનુભાઈ રાવલ દ્વારા આ બાળાઓને અને સ્ટાફગણને શુભકામના પાઠવવામાં આવી હતી. બાળાઓ ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે અને શાળા, પરિવાર અને રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી શુભકામના વહેતી થઈ છે.