સૃષ્ટિની રચના અને સકલ વિશ્વની વિવિધ અજાયબીઓ અદભુત અને અનેરી છે. માત્ર તેને નીરખી શકાય અને માણી શકાય છે પણ માપવાનો પ્રયાસ કરીએ તો આપણો પનો ટૂંકો પડે છે. કુદરતની અનંત લીલાનો તાગ મેળવવો એ આપણા ગજા બહારની વાત છે. વિશાળ બ્રહ્માંડમાં અનેક નિહારિકા, સૂર્ય મંડળના વિવિધ ગ્રહો અને ઉપગ્રહો,તારા મંડળ આ બધાની થોડી ઘણી માહિતી માણસના સેકડો વર્ષના સંઘર્ષરત પ્રયત્નો થકી મેળવી શક્યા છીએ. આટલું વિજ્ઞાન આગળ વધ્યું છતાં બ્રહ્માંડના અનેક રહસ્યો અકબંધ છે જેને પામવા પામર માનવી અથાગ પ્રયત્નો કરે છે પણ એમ કંઈ કુદરતી રચનાના રહસ્યો સો ટકા થોડા જાણી શકાય? આપણે તો સમગ્ર બ્રહ્માંડની વાત કરી રહ્યા છીએ, પરંતુ જેના પર આપણે વસવાટ કરીએ છીએ તે વિશાળ પૃથ્વી કે જે બ્રહ્માંડનો એક ટપકા જેવડો ભાગ છે તેના અગણિત રહસ્યોને ઉકેલી શક્યા નથી એટલી અપાર અને અગણિત વિવિધતા અને વિશિષ્ટતા સૃષ્ટિમાં રહેલી છે. વિશાળ ઉપખંડના જમીન ભાગ કરતા ત્રણ ગણો ભાગ જળ વિસ્તારનો છે ત્યારે આ બંને ભાગ પરની સજીવ સૃષ્ટિની વાત કરીએ તો કરોડો જીવ અને અબજો પ્રકારની વનસ્પતિ જેના અલગ અલગ ગુણધર્મોને પણ પુરે પૂરા જાણી શક્યા નથી. આ અબજો જીવોમાં દરેકની રચના પણ વિશિષ્ટ હોય છે. માત્ર માનવીની વાત કરીએ તો પૃથ્વી પરના અબજો માણસોમાં પણ શરીરની આંતરિક રચનામાં સામ્યતા હોવા છતાં દરેકના રૂપ,રંગ અને આકાર જુદા જુદા. કહેવાય બધા માનવી પણ દરેકના સ્વભાવ જુદા જુદા અને વિચાર સાવ નોખા નોખા. માનવ શરીરની રચના પણ અદભુત છે. અબજો કોષો, કરોડો કેશિકાઓ, લાખો નળીઓ અને અનેક અંગ ઉપાંગોને કાર્યરત રાખવા સતત ધબગતું હૃદય પણ કંઈ ઓછી અજાયબી નથી. સેકડો ચેતાઓને એક નાનકડા મગજ દ્વારા સંદેશાઓ લેવા દેવાની અને એ મુજબ આખા શરીરને ચેતનાની પ્રતીતિ કરવાની પદ્ધતિ કંઈ સરળતાથી સમજાય તેવી નથી હો. નિષ્ણાંત ન્યુરોસર્જન પણ ઓપરેશનની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે. આવી કુદરતની કળાને સમજવી સહેલી નથી. માત્ર માણી શકાય પણ માપી ના શકાય અને જ્યારે જ્યારે માણસે કુદરતી રહસ્યોને માપવાનો પ્રયાસ કર્યો છે કે ચેલેન્જ કરી છે ત્યારે ત્યારે કુદરત રૂઠી છે. કુદરત કૃપાળુ છે, એની કૃપાનો લાભ લેવાય પણ એના પર કંટ્રોલ કરવાની ભૂલ ન કરાય. વિજ્ઞાને અથાગ પ્રયત્નો અને પ્રયોગોના અખતરા બાદ દિવસ રાત, ઋતુ ચક્ર ને સમજી લીધું છે પણ એ માત્ર નિરીક્ષણ કરી શકે. એમાં ફેરફાર ના કરી શકે, ઠંડી,ગરમી અને વરસાદને માપી શકે પણ ક્યારે કેટલી ઠંડી, ગરમી કે વરસાદ પડવો એનો કંટ્રોલ વિજ્ઞાન પાસે નથી.એતો કુદરતી જ્યાં જેવું હવામાન રહેવાનું હોય તેવું જ થાય એને જોઈ શકાય,માણી શકાય પણ રોકી શકાય નહિ. વિવિધ કુદરતી અપ્તીઓમાં પણ એવું જ છે. આવે તો અણધારી આવી જાય અને ના આવે તો આગાહી પણ ખોટી પડતી હોય છે. ભૂકંપ જેવી આપત્તિની આગાહી પણ કરી શકાતી નથી. ટૂંકમાં જળ હોય કે સ્થળ હોય, ધરતી હોય કે આકાશ હોય બધી જગ્યાએ અનંત અને અગણિત કુદરતી રહસ્યો રહેલા છે.કેટલાક રહસ્યોને માનવ સમજી શક્યો છે તો કેટલાક ને સમજવા લાખો વર્ષોથી મથામણ ચાલુ છે અને આવા અનેક રહસ્યો હજી આપણી દૃષ્ટિની બહાર પડ્‌યા હશે એની આપણને જાણ સુધા નથી. સૃષ્ટિ પરના સજીવોને આપણે ઓળખની સરલતા માટે વિજ્ઞાન એનું વર્ગીકરણ કરી શકે પણ નાનામાં નાનું પતંગિયું કે જે રાત્રે પ્રકાશ આપે છે એની જટિલ રચનામાં ફેરફાર ના કરી શકે. વિજ્ઞાન મનુષ્યના અમુક અંગોને બદલવી શકે પણ બનાવી ના શકે. મનુષ્યના શરીરમાં ફરતા લોહીની લેબોરેટરી કરીને એના ગ્રુપ મુજબ મેચ થતું લોહી બદલવી શકે પણ એ લોહીને લેબોરેટરીમાં બનાવી ના શકે. દવાઓના ડોજથી રોગ સામે પ્રતિકાર કરાવી શકે પણ જ્યારે શ્વાસ ખૂટે ત્યારે એમાં પ્રાણ પૂરી ના શકે! નાનકડી કીડીથી માંડીને વિશાળકાય હાથી જેવા પ્રાણીઓ અને ચકલીથી માંડીને ગરુડ જેવા પક્ષીઓને આપણે નરી આખે જોઈ શકીએ છીએ એ બધાને માત્ર ઓળખી શકીએ પણ એ બધાની આંતરિક રચનાને પામી ના શકીએ. આ સિવાયના નરી આંખે ના જોઈ શકાય તેવા અસંખ્ય સજીવો સાથે વનસ્પતિ સૃષ્ટિનું પણ કેટ કેટલું વૈવિધ્ય રહેલું છે એ બધાંની તો આપણે ઓળખ પણ કરી શકતા નથી.સમજવાની વાત તો ખૂબ દૂરની છે.આમ સૃષ્ટિ પરના સર્જનને ખાલી જોવામાં જ આયખું ટૂંકું પડે,જાણવા અને સમજવા માટે તો પેઢીઓથી પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે માંડ અમુક ટકાજ સફળતા મળી છે. અરે બીજા સંજીવની ક્યા વાત કરવી આપણે આપણા ખુદની શરીર રચનાના આંતરિક અવયવોને પુરે પૂરા સમજી શક્યા નથી. આપણે જેટલું જોઈ શકીએ એના કરતા અનેક ગણું વિચારી શકીએ એવી બુદ્ધિ મનુષ્યના મગજમાં આપેલી છે.છતાં આપણા પોતાના ક્યા અંગમાં ક્યારે ખામી આવી જાય એની ધારણા કરી શકતા નથી. સૃષ્ટિના રહસ્યોને સમજવા મથતા માનવીની પામરતા એટલી છે કે સૃષ્ટિની રચનાની
આભાર – નિહારીકા રવિયા મથામણ અને હવામાનની આગાહી કરી શકનારને ક્યારે ખુદના દેહમાંથી પ્રાણ પંખેરું ઊડી જાય છે એની ખુદને જાણ હોતી નથી.માટે જેને આપણે મારું મારું કરીને મોહ માયાના આવરણ માં માનવતા ભૂલી જઈએ છીએ ત્યારે આ જગતમાં જે કંઈ છે એ બધું કુદરતી છે.આપણે માત્ર દૃષ્ટા છીએ કરતા હરતા તો કુદરત છે એમ સમજીને સતા અને સંપતિના આપણે રખેવાળ છીએ માલિક નથી એમ સ્વીકારીને જે આપણા નસીબનું હોય તેજ ટકે છે એટલુજ ભોગવી શકીએ બાકીનું જે જેના ભાગ્યનું હશે તે કોઈ પણ રીતે ત્યાં જતુ રહેશે. જે છે એને સ્વીકારીને કુદરતના ભરોસે મન વચન અને કર્મથી હમેશા દૃષ્ટા ભાવ સાથે કુદરતની લીલાને જાણીએ અને માણીયે.