દરેક આરોગ્ય કાર્યકરોએ પોતાનાં વિસ્તારની બહેનો સાથે અને ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ સાથે આત્મીયતાભર્યો સબંધ કેળવવો જોઈએ. જેથી પ્રસૂતિ પછીની સેવા સંભાળ માટે યોજવામાં આવતાં ક્લિનિકમાં સ્ત્રીઓ નિયમિત હાજરી આપતી રહે અને આરોગ્ય કાર્યકર સાથે નિખાલસ પણે પોતાની સમસ્યાઓની ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે. ગર્ભવતી મહિલાઓ પ્રસૂતિ પહેલાની સંભાળ મેળવવા માટે ક્લિનિકમાં ઓછામાં ઓછી ત્રણ વખત હાજરી આપવી જોઈએ. ક્લનિકમાં અપાતી સેવાઓની ગુણવતાજણાવવી જોઈએ. સગર્ભા સ્ત્રીની પ્રસૂતિ પહેલાની અને બીજી સ્વાસ્થ્યને લગતી બધી વિગતોની નોંધ લેવી જોઈએ.

પાંડુરોગ અંગે પરીક્ષણ કરીને લોહતત્વની ગોળી આપવીઃ સગર્ભાસ્ત્રીની તપાસ વખતે નખ, જીભ, આંખ નીચેનાં પોપચાં ફિક્કા હોય તો પાંડુરોગનું નિદાન થઈ શકે છે. શક્ય હોય ત્યારે લોહીનું પરીક્ષણ કરાવવું જેથી પાંડુરોગનો ઉપચાર કેટલે અંશે સફળ થયો તેની પછીથી ચોક્કસ રીતે ખાત્રી આપી શકાય. મલેરિયા અને કૃમિરોગની પણ સારવાર આપી શકાય. પોષણની ખામીથી પાંડુરોગ થાય છે તે નિવારવા રાષ્ટ્રીય કાર્યક્રમ મુજબ જેટલી બને તેટલી વહેલી દરેક સગર્ભા મહિલાને દરરોજની એક લોહતત્વની ગોળી અને ફોલિકએસિડની ગોળી સુવાવડ થાય ત્યાં સુધી અપાવવી જોઈએ. શક્ય હોય તેટલો લોહતત્વ યુક્ત ખોરાક લેવા માટે પણ સમજણ આપવી જોઈએ. ખૂબ જ વધુ પ્રમાણમાં ફિકાશ જણાય તો નજીકનાં દવાખાનામાં લોહીની તપાસ કરાવી શકાય. જે વિસ્તારમાં મલેરિયાનો રોગચાળો ખૂબ પ્રમાણમાં જોવામાં આવે ત્યાં તમામ મહિલાઓને સગર્ભાવસ્થા દરમ્યાન મલેરિયા વિરોધી ગોળીઓ સતત અઠવાડિયાની બે અપાવવી જોઈએ જેથી મલેરિયા અટકાવી શકાય. ધનુર્વાત સામે રક્ષણઃ સગર્ભાવસ્થાનીશરૂઆતમાંજમહિનાનાં અંતરે ધનુર્વિરોધીરસીનાં બે ઈન્જેક્શનઅપાવી દેવા જોઈએ. ધનુર ર્વિરોધી રસીનો બીજો ડોઝ મોડામાં મોડો પ્રસૂતિની સંભવિત તારીખથી એક મહિના પહેલાં તો અપાવવો જ જોઈએ. મહિલા જ્યારે ફરીથી ગર્ભધારણ કરે ત્યારે જો પાંચ વર્ષની અંદર પહેલા ગર્ભધારણ વખતે નિયમિત બે ડોઝ અપાવ્યા હોય તો, એક જ વધારાનો ડોઝ આપવાની જરૂર છે. પણ જો પહેલી સગર્ભાવસ્થામાં ધનરુર્વિરોધી રસી ન અપાવી હોય અથવા તો બે પ્રસૂતિ વચ્ચેનો ગાળો પાંચ વર્ષથી વધુ હોય તો નવેસરથી મહિનાનાં અંતરે બે ઈન્જેક્શનમુકાવી લેવા જોઈએ. નવજાત શિશુમાં ધનુર્વાત અટકાવવાનો આ એક સહેલો અને સચોટ ઉપાય છે. છતાંય પણ નવજાત શિશુઓધનુરર્વાતનાં ભોગ બને છે.

લોહીનાઉંચા દબાણ માટેની તપાસ: ગર્ભવતી મહિલાને લોહીનું ઉંચુ દબાણ રહે એ ભયસૂચક ગણાય છે. ક્લિનિકમાં દરેક ગર્ભવતી સ્ત્રીનું લોહીનું દબાણ માપવું ધણું જરૂરી છે. ગર્ભવતી સ્ત્રીનું શક્ય હોય તો નિયમિત વજન કરવું અને પેટનો ઘેરાવો માપવો જેથી ગર્ભમાં રહેલ બાળકનાં વિકાસનું અનુમાન કરી શકાય છે.

જન્મ સમયે ઓછા વજન વાળા બાળકોની સારવાર: સામાન્ય રીતે આવા બાળકોની સારવારના મુખ્ય મુદ્દાઓ અન્ય બાળકોની જેમ જ હોય છે. પરંતુ આવા બાળકો જન્મથી નબળા હોય છે. અને આમાં અમુક બાળકો ૯ મહિના પહેલા જન્મતા હોય છે, તેમને વિષેશ સારવાર આપી તંદુરસ્ત બાળક જેટલું વજન થઈ જાય તેની કાળજી લેવામાં આવે છે. આ પ્રકારના બાળકો ઓછા વજનને કારણે શરીરનું તાપમાન બરાબર જાળવી શકતા નથી. તેથી બાળકના શરીરનું તાપમાન યોગ્ય રીતે જળવાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આ માટે બાળકને સમયસર ધાવણ અપાવતા રહેવું. બાળકને ગરમ કપડામાં બરાબર વિંટાળીને રાખવું જોઈએ. બાળકને માની સોડમાં અથવા માતાનાં શરીર સાથે સંપર્કમાં રહે તે રીતે મુકવાથી પણ શરીરનું તાપમાન જાળવી શકાય છે. બાળકને નવડાવવાની ઉતાવળ ન કરવી. જરૂર પડે માથા પર ટોપી પહેરાવવી અને હાથ – પગે મોજા પહેરવા. બાળકને સમયસર પૂરતા પ્રમાણમાં માતાનું ધાવણ અપાવતા રહેવું જોઈએ. જો બાળક બરાબર ધાવણ ખેંચી ન શકતું હોય અને મોઢા વાટે ધાવણ આપવામાં કંઈ વાંધો ન હોય તો માતાનું ધાવણ વાટકીમાં કાઢી, ચમચી વડે બાળકને સમયસર પૂરતા પ્રમાણમાં ધાવણ અપાવવું જોઈએ. આવા બાળકોને શારીરીક ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. તેથી બાળકને ચેપન લાગે તે માટે ખૂબ જ કાળજીપૂર્વક બાળકની સંભાળ લેવી જોઈએ. આવા બાળકોમાં જો કોઈ ગંભીર ચિન્હો જણાયતો તેમને વહેલી તકે મોટા દવાખાનામાં સારવાર માટે મોકલી આપવા જોઈએ. દરેક બાળકોને સમયસર રસીકરણ કરાવવું જરૂરી છે. નિયમિત વજન કરાવવું અને માનસિક વિકાસનું મૂલ્યાંકન કરવું પણ બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.