૧૯૮૪ની શીખ વિરોધી હિંસાના એક કેસમાં કાંગ્રેસી નેતા સજ્જનકુમારને શીખ પિતા-પુત્રને જીવતા સળગાવી દેનાર ટોળાનું નેતૃત્વ કરવા માટે આજીવન કારાવાસની સજા થઈ. આ કેસમાં કાંગ્રેસે અને ન્યાય તંત્રએ કેવી ભૂમિકા નિભાવી છે તે જોવા જેવું છે. આ કેસમાં એફઆઈઆર ક્યારે નોંધાઈ? છેક નરસિંહરાવ એટલે કે ગાંધી પરિવારની બહારની વ્યક્તિ વડાપ્રધાન બની ત્યારે, ૧૯૯૧માં ! અને એ પણ એવી વ્યક્તિ જેનું નામ લેવાનું ગાંધી પરિવાર આજે પણ પસંદ નથી કરતો. આર્થિક સુધારા નરસિંહરાવના સમયમાં થયા હતા, વડાપ્રધાન નરસિંહરાવ હતા. ગાંધી પરિવાર અને કાંગ્રેસીઓ તે સમયના આર્થિક સુધારા માટે સ્વ. ડા. મનમોહનસિંહને તો શ્રેય આપે છે પણ જેમના પીઠબળ વગર તે શક્ય ન બન્યું હોત તેવા નરસિંહરાવને નહીં.
એટલે સાત વર્ષે એફઆઈઆર નોંધાઈ. તે પછી ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબહેન આવું છું, તેમ કરતાં-કરતાં સમય વિતી ગયો.
૧૯૯૪માં ન્યાયાલયને જણાયું કે પૂરતા પુરાવા નથી. આરોપપત્ર જ રજૂ નહોતો કરાયો. તે પછી દેવેગોવડા અને ગુજરાલ સરકાર આવી, તે તો કાંગ્રેસના ટેકાથી જ ચાલતી હતી, ૨૦૦૪થી ૧૪ દરમિયાન યુપીએ સરકારમાં તો કંઈ ન થાય તે સમજાય, પણ અટલ સરકારમાંય કંઈ નોંધપાત્ર ન થયું.
કાંગ્રેસે તો ઉલટો તેને શિરપાવ આપ્યો હતો, ૧૯૯૧ અને ૨૦૦૪માં દિલ્લીમાંથી જ લોકસભાની ટિકિટ આપીને અને જિતાડીને. જનતા પણ કેવી ! તેમને જીતાડી દીધા. ૨૦૦૫માં શહેરી વિકાસ સમિતિના સભ્ય પણ કાંગ્રેસે બનાવ્યા. આ કાંગ્રેસને પંજાબમાં પણ જનતા ચૂંટતી રહી.
૨૦૧૫માં નરેન્દ્ર મોદી સરકારે વિશેષ તપાસ ટુકડી (એસ.આઈ.ટી.) બનાવી. ૨૦૧૬માં આ ટુકડીએ વળી પાછો સમય માગ્યો. ૨૦૨૧માં સજ્જનકુમારની ધરપકડ થઈ. એટલે કે ત્યાં સુધીમાં બીજાં પાંચ વર્ષ નીકળી ગયાં. તે વર્ષે પોલીસે આરોપપત્ર દાખલ કર્યો અને તેનો ચુકાદો આવતાં બીજાં ચાર વર્ષ નીકળી ગયાં. સજ્જનકુમારનું ભાગ્ય જોર કરતું હશે તો આ ચુકાદો તો નીચલા ન્યાયાલયે આપ્યો છે. ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલય સુધી તેમની પાસે દ્વાર ખટખટાવવાના રસ્તા છે.
સજ્જનકુમારને ફાંસીની સજા કેમ ન આપી તેનું કારણ જણાવતા મિ. લાર્ડ ઉવાચઃ તેમની વય તો જુઓ. તેમનું સ્વાસ્થ્ય તો જુઓ. વળી, જેલમાં બિચારાએ સારો વ્યવહાર કર્યો છે ! જો છ વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર અને પછી હત્યા કરનાર શૈખ આસીફ અલીને છોડી મૂકે અને યુવાન શૈખ અકીલ અલી દિવસમાં પાંચ વાર નમાજ કરે એટલે તેને ફાંસીની સજા આજીવન કેદમાં પરિવર્તિત કરી દેતા હોય તો સજ્જનકુમાર તો બિચારા સજ્જન છે !
સર્વોચ્ચ માનનીયોને અપરાધીઓ પ્રત્યે આટલી દયા કેમ આવી જાય છે ? એક તરફ, ફરિયાદી બિચારા, ચપ્પલ ઘસતા રહે, તેમને ન્યાય મેળવતા વર્ષોનાં વર્ષો લાગી જાય, સન્ની દેઓલના સંવાદની ભાષામાં કહીએ તો, તેમને તારીખ પર તારીખ મળતી રહે અને ફરિયાદ કરવાની જાણે કે સજા મળતી રહે અને બીજી તરફ, બળાત્કાર, નૃશંસ હત્યા વગેરેના દોષિતોની ન્યાયાલય દયા ખાય.
ડી.વાય. ચંદ્રચૂડ મુખ્ય ન્યાયમૂર્તિ હતા ત્યારે તેમણે કહેલું કે જામીન સિદ્ધાંત છે અને જેલ અપવાદ છે. બોલો ! તેમનું કહેવું હતું કે વ્યક્તિ ન્યાયની પ્રતીક્ષા કરતાં-કરતાં મરી જાય તે ઠીક નથી. પરંતુ તેમણે જામીન સિદ્ધાંત છે તેવી જે વાત કહી તે જોતાં, તેમની દૃષ્ટિએ તો, કયા વ્યક્તિની તેઓ વાત કરતા હતા કે ન્યાયની પ્રતીક્ષા કરતાં-કરતાં મરી જાય તે ઠીક નથી? અપરાધીની ? કેમ કે, ઉપરોક્ત કેસોમાં તો શીખો કે બળાત્કાર પીડિતાને જ ન્યાય મેળવવા માટે ઝૂરવું પડે છે. અપરાધીને તો તરત જ જામીન મળી જાય છે.
અપરાધીને જામીન કે ધરપકડમાં રાહતના કિસ્સા જુઓઃ ૧. પૂણેમાં હિટ ઍન્ડ રન કેસમાં ૧૭ વર્ષના આરોપીને તે જ દિવસે જામીન મળી ગયા. એ તો લોકોનો આક્રોશ જાગ્યો તે પછી ઉચ્ચ ન્યાયાલયે જામીન નિરસ્ત કર્યા. ૨. ગોધરા કાંડમાં સાબરમતી ઍક્સ્પ્રેસમાં નિર્દોષ કારસેવકો, મહિલાઓ અને બાળકોને જીવતાં સળગાવી દેવાના ષડયંત્રપૂર્વકના અપરાધ પછી ફાટી નીકળેલાં રમખાણોમાં ખોટા કેસો ઊભા કરી હિન્દુઓને ૨૦૦૪માં આવેલી યુપીએ સરકારની કઠપૂતળી સીબીઆઈના જોરે ફસાવવાનું અને મુસ્લિમ પીડિતોને સહાયના નામે ફાળો ઉઘરાવી પોતે જલસા કરતા હોવાના આરોપિત તીસ્તા શેતલવાડની ધરપકડ થાય તેમ હતી. ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે વારન્ટ કાઢેલું. આ વાત ૨૦૧૫ની છે. કપિલ સિબલ સર્વોચ્ચમાં તરત જ ગયા અને સર્વોચ્ચના માનનીય ન્યાયાધીશોએ ધરપકડ પર સ્થગન આદેશ આપી દીધો.
આવું ૨૦૨૩માં પણ થયું. ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે તીસ્તાની નિયમિત જામીન યાચિકા નિરસ્ત કરી દીધી. તરત જ ફોન ધણધણ્યા. શનિવારની સાંજ હતી. માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડજી એક ભરતનાટ્યમ નૃત્ય જોતા હતા. તેમાં ફોન આવ્યો. એટલે વચ્ચેથી નીકળી અનેક વાર ફોન રિસીવ કર્યો. વાત કરી. શનિ-રવિ કોર્ટમાં રજા હોય છે. (એટલે જ ઘણી વાર આરોપિતને
આભાર – નિહારીકા રવિયા જામીન મળે તેમ હોય તો પોલીસ શુક્રવારે સાંજે કે રાત્રે તેની ધરપકડ કરે જેથી તે કોર્ટમાંથી જામીન ન મેળવી શકે કારણકે પોલીસને પણ કાયદાની આંટીઘૂંટી તો ખબર હોય ને. પરંતુ જ્યારે સૈયા ભયે કોતવાલ એટલે ચંદ્રચૂડજી જેવા મુખ્ય ન્યાયમૂર્તિ હોય તો શનિ-રવિની રજામાં પણ આરોપિત કે દોષિતને વાંધો ન આવે. હા, તેમનો કેસ કપિલ સિબલ કે અભિષેક મનુ સિંઘવી જેવા કાંગ્રેસી સેક્યુલર નેતા રજૂ કરતા હોવા જોઈએ.) પરંતુ ચંદ્રચૂડે આદેશ કર્યો એટલે બે ન્યાયાધીશની પીઠ (બૅન્ચ) બેઠી અને તીશ્તાને ધરપકડથી રાહત તો મળી જ ગઈ, પણ સાથે ન્યાયાલયે એવી ટીપ્પણી પણ કરી કે જો તીશ્તા વચગાળાના જામીન પર બહાર રહેશે તો કંઈ આભ નહીં તૂટી પડે !
૩. દિલ્લીના જામીયા નગરમાં પોલીસ પર આક્રમણ કરવાના કેસમાં આ આપ નેતા અમાનુલ્લાહ ખાનની ધરપકડ થાય તેમ હતી પરંતુ ૨૫ ફેબ્રુઆરીએ દિલ્લી ન્યાયાલયે તેની એક દિવસ માટે ધરપકડ ન કરવા પોલીસને આદેશ આપ્યો. એટલું જ નહીં, આગોતરા જામીન પણ આપી દીધા.
૪. અત્યંત ગંદી ટીપ્પણી કરનાર સમય રૈના અને રણવીર અલાહબાદિયા સામે આક્રોશના સમાચાર ૧૦ ફેબ્રુઆરીએ આવ્યા. તેની સામે એફઆઈઆર નોંધવામાં બે દિવસ નીકળી ગયા. ૧૩મીએ સમય રૈનાના વકીલે પોલીસને જણાવ્યું કે સમય રૈના તો વિદેશમાં- અમેરિકામાં છે. આપણે ત્યાં દાઉદ ઇબ્રાહિમથી માંડીને લલિત મોદી, વિજય માલ્યા, નીરવ મોદી, નદીમ સૈફી (નદીમ- શ્રવણ પૈકીનો) વગેરે અપરાધીઓને છટકવા દેવામાં વિદેશ વિભાગો ભારે ઉદાર હોય છે, સરકાર કોઈ પણ હોય. અને વિદેશમાં ભાગી જાય પછી, અબુ સાલેમને બાદ કરતાં એક પણ ગુનેગારને અત્યાર સુધીમાં પાછો લાવી શકાયો છે ખરો? અબુ સાલેમને લવાયો તે પણ પાર્ટુગલની શરતે કે તેને ફાંસીની સજા નહીં આપી શકાય !
સમય રૈનાના વકીલે એમ પણ કહ્યું કે તેનાં અગાઉથી નક્કી કાર્યક્રમો હોવાથી ૧૭ માર્ચ પહેલાં તે ભારત નહીં આવી શકે ! આવી છૂટ બીજા કોઈ સામાન્ય આરોપિતને મળે? જોકે અમેરિકા જેવા મહાસત્તા દેશમાં તો આમેય ગુરપતવંતસિંહ પન્નુ જેવા વધુ ખૂંખાર ખાલિસ્તાની સમર્થક હોય તો પણ તેને ભારત પાછો લાવી શકાતો નથી. ૨૬ નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ આક્રમણના આરોપિત ડેવિડ હેડલીને પણ નથી લવાયો. ડાનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને વળી ત્યાંના ન્યાયાલયે અનુમતી આપી છે.
તો રણવીર અલાહાબાદિયા ૧૩-૧૪ ફેબ્રુઆરીએ પોલીસ સમક્ષ ઉપસ્થિત થવાનું હતું પરંતુ થયો નહીં. વટ જુઓ. ૧૮મીએ મુંબઈ પોલીસ, (રિપીટ મુંબઈ પોલીસ, જેને સ્કાટલેન્ડની પોલીસ સાથે સરખાવાય છે, પછી ભલે ને દાઉદ ઇબ્રાહિમ, યાકૂબ મેમણ ભાગી ગયા હોય) કહે છે કે રણવીર અલાહાબાદિયાનો સંપર્ક થઈ શકતો નથી. અમે શું કરીએ ?
પરંતુ રણવીર અલાહાબાદિયાની યાચિકા પર સર્વોચ્ચ ન્યાયાલયને દયા આવી જાય છે અને તેની ધરપકડ પર વચગાળાની મનાઈ આપી દે છે. બાળકે બહુ તોફાન કર્યું હોય અને મા ફરિયાદ કરતી હોય તો પિતા ઘણી વાર ખોટું-ખોટું વઢતા હોય છે, તેમ સર્વોચ્ચે ધરપકડની રાહત આપ્યા પછી ટીપ્પણી કરી લીધી કે રણવીર, તેં માબાપની ગંદી અશ્લીલ ટીપ્પણી કરી તે યોગ્ય છે ? હવે આવું ન કરતો અને હમણાં તારા શા બંધ ! જાણે બહુ મોટી સજા કરી દીધી !
ધરપકડ ટળી ગઈ એટલે પોલીસ પર દયા આવી હોય તેમ રણવીર અલાહાબાદિયા ૨૪ ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસ સમક્ષ ઉપસ્થિત થાય છે અને પોતાનું નિવેદન નોંધાવે છે.
આપણા દેશમાં ન્યાયની આ પરિસ્થિતિ છે. અહીં જો મીડિયા ટ્રાયલ ન હોય કે લોકોનો આક્રોશ ન હોય તેવા કેસમાં તો ન્યાય મળતાં-મળતાં વર્ષો વિતી જાય છે. ઘણી વાર સેક્યુલર મીડિયા ટ્રાયલ હોય તો બિલ્કિસબાનુ કેસની જેમ ખોટા આરોપિતને પણ સજા ભોગવવી પડે અને સજા ભોગવ્યા પછી પણ ન છૂટી શકે. આરુષિ તલવાર કેસમાં શું થયું ?
તાજેતરમાં એક વેબ શ્રેણી આવી છે- મામલા લિગલ હૈ. રવિ કિશન, યશપાલ શર્મા, તન્વી આઝમી અભિનિત આ શ્રેણીમાં સામે વકીલ કોણ છે તેના પર ન્યાય તોળાય છે; જેમ કે કાર્પોરેટ કંપની તરફથી ઉચ્ચ ન્યાયલયમાં સામાન્ય રીતે કેસ લડતા પ્રતિષ્ઠિત વકીલ કે.એમ. જેટલી (વિવેક મુશ્રન) જ્યારે પટપડગંજના ન્યાયાલયમાં ઉપસ્થિત થાય છે ત્યારે ન્યાયાધીશ પોતે પ્રભાવિત હોય છે. નવા વકીલને બેસવા માટે કોઈ જગ્યા નથી આપતું તો તેને પાર્કિંગમાં બેસવું પડે છે. કેવી-કેવી બોદી દલીલ પર આરોપિત દોષિત હોવા છતાં બચી જાય છે ! દા. ત. ફરિયાદી-પીડિતની ફરિયાદ હોય છે કે પાંચ આરોપિતે તેને માર્યો અને તેની પાસેથી માલસામાન ચોરી કરી લીધી. તો પટપડજગંજ બાર કાઉન્સિલ પ્રમુખ ત્યાગી (રવિ કિશન) મોડો આવે છે અને દલીલ કરે છે કે આ કેસ ચોરીનો નહીં, લૂટનો છે. એટલે આ આરોપપત્ર જ ખોટો છે અને તેના પાંચ ગ્રાહક દોષિત હોવા છતાં બચી જાય છે.
એક કેસમાં પોપટ ઘરની વડીલ સ્ત્રીને ગાળો આપતો હોય છે અને તે પોપટને આરોપિત
આભાર – નિહારીકા રવિયા બનાવીને લાવવામાં આવે છે, પરંતુ તેમાં વકીલ દલીલ કરે છે કે સ્ત્રીનો ભત્રીજો પોતાની કાકીને તેમની પીઠ પાછળ ગાળો કહે છે અને તે સાંભળવાથી પોપટ ગાળો બોલતા શીખી ગયો છે. એટલે આમાં પોપટનો કોઈ વાંક નથી. અને ભત્રીજો પણ અપરાધી નથી કારણકે તે કાકીને મોઢામોઢ ગાળો નથી કહેતો, પણ પીઠ પાછળ ગાળો કહે છે. અને પીઠ પાછળ ગાળો બોલવી એ અપરાધ નથી.
ટૂંકમાં, કાયદાની પોથીમાં જે લખ્યું છે તેનું અર્થઘટન કેવું કરાય છે તેના આધારે ‘સ્માર્ટ’ વકીલ દલીલ કરે અથવા વકીલ કાંગ્રેસનો પ્રભાવશાળી નેતા હોય જે પહેલાં પ્રધાન પણ રહી ચૂક્યો હોય અથવા અપરાધી ચોક્કસ સમુદાયનો હોય અથવા રણવીર અલાહાબાદિયાની જેમ ભાજપના ઉચ્ચ નેતાના ઇન્ટરવ્યૂ કર્યા હોય તો ગમે તેવા અપરાધીને પણ રાહત મળી જાય છે.
જ્યાં સુધી અપરાધીને કઠોર દંડના કિસ્સા નહીં બેસે ત્યાં સુધી અપરાધ અટકવાના નથી. અપરાધીઓમાં કોઈ ડર જ નથી. પૈસા આપતા પકડાઈશું તો પૈસા આપીને છૂટી જઈશું તેવું માનીને અપરાધીઓ ચાલે છે.
દ્ઘટ્ઠઅુટ્ઠહં.pટ્ઠહઙ્ઘઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ