ભારતીય શેરબજારો આજે સતત ત્રીજા દિવસે વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા. બુધવારે,બીએસઇ સેન્સેક્સ ૧૪૭.૭૯ પોઈન્ટ (૦.૨૦%) વધીને ૭૫,૪૪૯.૦૫ પર બંધ થયો. જ્યારે એનએસઇનો નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૭૩.૩૦ પોઈન્ટ (૦.૩૨%) વધીને ૨૨,૯૦૭.૬૦ પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે આજે બજારે વધારા સાથે લીલા નિશાન પર કારોબાર શરૂ કર્યો હતો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ ૧૧૩૧.૩૧ પોઈન્ટ (૧.૫૩%) ના વધારા સાથે ૭૫,૩૦૧.૨૬ પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી ૩૨૫.૫૫ પોઈન્ટ (૧.૪૫%) ના વધારા સાથે ૨૨,૮૩૪.૩૦ પોઈન્ટ પર બંધ થયો હતો.

બુધવારે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૭ કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને બાકીની ૧૩ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૧ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૯ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા સ્ટીલના શેર સૌથી વધુ ૨.૪૯ ટકાના વધારા સાથે બંધ થયા જ્યારે ટેક મહિન્દ્રાના શેર સૌથી વધુ ૨.૨૮ ટકાના ઘટાડા સાથે બંધ થયા.

આજે સેન્સેક્સની બાકીની કંપનીઓમાં, ઝોમેટોના શેર ૨.૪૫ ટકા, પાવર ગ્રીડ ૨.૨૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૦૧ ટકા, ઇન્ડસઇન્ડ બેંક ૧.૫૧ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૩૯ ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૧.૦૮ ટકા, અદાણી પોર્ટ્‌સ ૧.૦૭ ટકા, એનટીપીસી ૧.૦૫ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૦ ટકા,એચડીએફસી બેંક ૦.૬૩ ટકા, એકસીસ બેંક ૦.૬૧ ટકા, ભારતી એરટેલ ૦.૩૩ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૩૨ ટકા, ટાટા મોટર્સ ૦.૨૮ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૦.૨૮ ટકા અને બજાજ ફાઇનાન્સના શેર ૦.૧૮ ટકા વધ્યા હતા. બીજી તરફ આઇટીસીના શેરમાં ૧.૫૧ ટકા,ટીસીએસના શેરમાં ૧.૩૪ ટકા,ઇનફોસેસના શેરમાં ૧.૨૯ ટકા,ટકાનો ઘટાડો થયો હતો.