અમરેલી ખાતે સનરાઈઝ વિદ્યાલયના બાળકો દ્વારા ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતા તુલસીનું પૂજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા તુલસી માતાની આરતી ઉતારી કંકુ ચોખાથી મા તુલસીના વધામણા કરવામાં આવ્યા હતા. તુલસીના છોડનું ઘરમાં મહત્વ અને તેની ઉપયોગીતા વિશે માહિતી શાળાના સંચાલક જયેશભાઈ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવી હતી.