રાજુલામાં રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમની સાથે પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઇ ડેરની ય્સ્મ્ કર્મચારી મંડળના અધ્યક્ષ પદે વરણી થવા બદલ તેમનું સમસ્ત આહીર સમાજ દ્વારા સન્માન કરાયું હતું. આ તકે આહીર સમાજના પ્રમુખ બાઘાભાઈ લાખણોત્રા, ઉપપ્રમુખ દડુભાઈ વાઘ, સમાજ અગ્રણીઓ સામતભાઈ વાઘ સહિતના તમામ સભ્યો, નોટબુક વિતરણના દાતાઓ, પીપાવાવ આહીર યુવા ગ્રુપના સભ્યો, આહીર એજયુકેશન સમિતિના સભ્યો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા.