સરંભડા ગામે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સામાકાંઠે સુવિધા પથનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત સદસ્ય શંભુભાઈ મહીડા અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સરંભડા ગામના સરપંચ વિનુભાઈ દુધાત, ઉપસરપંચ મધુભાઈ હરખાણી અને ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મોટભાઈ સવંત, મગનભાઈ હરખાણી, કનુભાઈ સેંજલીયા સહિત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પેટા આરોગ્ય કેન્દ્ર અને સામાકાંઠે સુવિધા પથના નિર્માણથી સરંભડા ગામના લોકોને નજીકમાં જ આરોગ્ય સુવિધાઓ મળશે.