અમરેલી તાલુકામાં આવેલ સરંભડા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાં સૌથી વધુ રેતી ચોરી ખાનગી રાહે થતી હોવાની ફરિયાદના આધારે અમરેલી ખાણ ખનીજ અધિકારીની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેડ કરતા સરંભડા ગામ નજીકથી એક ડમ્પર, એક લોડર, બે ટ્રેક્ટર સહિત ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઝડપી લીધા. અમરેલી ખાણ ખનીજ વિભાગ કચેરીમાં વાહનો રાખી સિઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, હાલ તમામ વાહનો અંદાજીત રૂ.૩૫ લાખનો મુદામાલ જપ્ત કરી દંડની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે લીલીયા પંથકમાં પણ બેફામ રેતી ચોરી કરવામાં આવી રહી છે જે અંગે સરપંચોએ કલેકટરને પણ રજૂઆત કરી છે ત્યારે સમગ્ર જિલ્લામાં રેતીચોરો સામે તવાઈ બોલાવવામાં આવે તેવી સરપંચો માંગ ઉઠાવી રહ્યાં છે.