આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીના એક ઉચ્ચ સરકારી અધિકારીના ૪૦૦થી વધુ અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયા છે. જેના કારણે મધ્ય આફ્રિકાના આ દેશમાં ભૂકંપ આવ્યો છે અને આ મુદ્દે સરકારની ભારે બદનામી થઈ રહી છે. વાસ્તવમાં, આ વીડિયોમાં આરોપી સરકારી અધિકારી વિવિધ સરકારી અધિકારીઓની પત્નીઓ સાથે શારીરિક સંબંધ બાંધતો જાવા મળે છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે સરકારે આ વીડિયોના ફેલાવાને રોકવા માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આરોપી અધિકારીની ઓળખ બાલ્તાસર એબાંગ એન્ગોંગા તરીકે થઈ છે. આરોપી અધિકારી નેશનલ ફાઇનાન્સીયલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના ડાયરેક્ટર છે. આરોપી અધિકારીએ તેની ઓફિસ અને ઘર સહિત વિવિધ સ્થળોએ મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. નોંધનીય છે કે જે મહિલાઓ સાથે આરોપી અધિકારીના શારીરિક સંબંધો હતા તેમાંથી ઘણી ઇક્વેટોરિયલ ગિની સરકારના ઉચ્ચ અધિકારીઓની પત્નીઓ છે.
ઇક્વેટોરિયલ ગિનીના વાઇસ પ્રેસિડેન્ટ ટીઓડોરો ન્ગ્યુમા ઓબોઇંગે તમામ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે જેઓ તેમની ઓફિસમાં શારીરિક સંબંધો ધરાવતા હોવાનું જણાયું છે. તેમણે કહ્યું કે આ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. તમને જણાવી દઈએ કે ઇક્વેટોરિયલ ગિનીમાં આ પહેલીવાર નથી, જ્યારે ત્યાંના સરકારી અધિકારીઓના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયા છે, આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે અમે ‘પરિવારની સંસ્થાને નષ્ટ થતી જાઈ શકતા નથી’.
રિપોર્ટ્‌સ અનુસાર, આરોપી અધિકારીને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન જ્યારે તપાસ એજન્સીઓ તેના ઘરની તલાશી લેવા આવી તો તપાસ દરમિયાન તેમને આરોપી અધિકારીનો અશ્લીલ વીડિયો મળ્યો. એવું માનવામાં આવે છે કે કોઈએ પહેલા આ વીડિયો વોટ્‌સએપ ગ્રુપ પર અપલોડ કર્યો હતો અને પછી ત્યાંથી આ અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ફરતો થયો હતો. આરોપી અધિકારી પરિણીત છે અને તેના સંતાનો છે.