સરગવાનેલેટીન ભાષા માં Mroinga Oleifera અને અંગ્રેજીમાં Hrose Radish Tree તરીકે ઓળખવામાં આવે છે.સરગવાના વૃક્ષો ખૂબ જ મોટા હોય છે. જેની ઉંચાઈ ૧૫ થી ૩૦ ફૂટ સુધીની હોય છે. થડ ૨ થી ૪ ફૂટ ના ઘેરાવાનું હોય છે. સરગવાની છાલનો રંગ કંઈ ભૂખરો હોય છે. પાન આમલી કે સરસડાના પાનને મળતા લાગે છે. લાકડું ખૂબ જ પોચું હોવાથી ઇમારતી કામમાં આવતું નથી. સરગવો સફેદ કાળા અને લાલ રંગના ફૂલો વાળા ત્રણ જાતના થાય છે. તેના ફૂલોમાંથી મધના જેવી સુગંધ આવે છે. સરગવાની શિંગો ની લંબાઈ ૧૦થી ૧૬ઇંચ સુધીની હોય છે. તેનો રંગ લીલો હોય છે તેની છાલ કઠણ અને શીંગોની અંદર સફેદ રંગનો ગર્ભ હોય છે. જેમા કૂણા બીજો હોય છે. સરગવાનેમહા-ફાગણ માસમાં ફૂલો અને ચૈત્ર વૈશાખમાં શિંગો આવે છે. સરગવાના વૃક્ષો બાગ બગીચા વાડીઓ તેમજ ઠેર-ઠેર જોવા મળે છે સફેદ ફૂલોનો સરગવો લગભગ સર્વત્ર થાય છે શાકબનાવવા માટે શીંગો ઉપયોગમાં આવે છે. જેમાં લોટ છાંટી સ્વાદિષ્ટ શાક બને છે સરગવાના ઝાડનું ગુંદર શરૂઆતમાં સફેદ રંગનો અને પછી તે ઘટ લાલ રંગનો કાળાશ પડતો થાય છે સરગવાના બીજમાંથી ૩૫ થી ૪૦ ટકા તેલ મળે છે જે સ્વચ્છ અને પાતળું હોય છે, જે સુગંધી તેલ બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે શીંગો કાંટાયુક્ત અને લીસી બે પ્રકારની થાય છે કાંટાયુક્ત શીંગો શ્રેષ્ઠ છે.
ઔષધીય ઉપયોગ ૧)સરગવાના પાંદડા, જળ તેની છાલ અને શીંગો ભેગા કરી તેને સૂકવી દો અને પછી તેનું ચૂર્ણ બનાવી રોજ સવારે અને સાંજે એક-એક ચમચી ચૂર્ણ પાણી સાથે લેવાથી શરીરમાં નબળાઈ, થાક, ચીડીયાપણું દૂર થાય છે. ૨) સરગવાના નિયમિત સેવન થી કેલ્શિયમ અને આયર્નમાં વધારો થાય છે.૩) સરગવાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ૪) સરગવાના પાન નો રસકાઢીને ગોળ સાથે સેવન કરવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. ૫) સરગવાનાં પાંદડાનો રસ તેમાં મધ નાખી અંજન કરવાથી મોતિયા ઉપર ફાયદો થાય છે. ૬)સરગવાના મૂળનો કાઢો બનાવી પીવાથી હેડકી દૂર થાય છે.૭) કાનમાં રસી અથવા દુખાવો સરગવા ના ફૂલો સૂકવી તેનું ચૂર્ણ કાનમાં ફુંક મારવાથી કાનનો દુઃખાવો મટે છે ૮) સરગવાની સિંગનો સૂપ હળદર,મરી, ધાણાજીરું નાખી પીવો જેથી મેદ દુર થાય છે. તથા ૧૧ પાંદ્ડા ની ચા બનાવી તેમાં અડ્ધું લીંબુ નીચોવીને પીવાથી મોટાપો ઓછો થાય છે. ૯) ખોડા ઉપર સરગવાનાં પાંદડાનો રસ માથામાં લગાવવા થી વાળમાં ખોડો દૂર થાય છે.૧૦) સરગવાના મૂળનો કાઢો કરી પાવાથી પથરી દુર થાય છે.
તો દરેક ખેડૂત ભાઈઓ તથા બહેનોએ તેના ખેતરે પાંચ સરગવાના ઝાડ અવશ્ય ઊછેરવા જોઈએ તથા પોતાનું તથા પોતાના પરિવાર નું સ્વાસ્થ્ય સાચવવું જોઈએ.અને સરગવાની ખેતિ કરવાથી પણ કમાણી કરી શકાય છે.તથા સરગવાનું મૂલ્યવર્ધનકરી તમામ બેકરી આઈટમ બનાવી શકાય છે. જેવીકે બિસ્કિટ, નાન ખટાઈ, વગરે અને સરગવાની સુખડી,થેપલા,ખાખરા જેવા પૌષ્ટિક ખોરાક માંથી ખુબ સારા પ્રમાણમાં પોષકતત્વો મળી રહે છે.તેનું વેચાણ કરીને પણ આવક મેળવી શકાય છે.સરગવાના સુકા૧૦૦ગ્રામ પાન ૧૫૦ રૂપિયા ના ભાવ થી વહેચાય છે. આમ આમાંથી સારી કમાણી પણ થાય છે. સરગવો રોગ પ્રતિકારક શક્તિ વધારનાર,મેદ દુર કરનાર આરોગ્ય વર્ધક, વધતી ઉંમર અટ્કાવનાર મલ્ટિવિટામિન તમારા શરીરને પૂરા પાડનાર વ્રુક્ષ છે.
સરગવામાં રહેલા પોષકતત્વોનું પ્રમાણ (પ્રતિઃ૧૦૦ ગ્રામ)
કેલરી ૪૮કેલરી
પ્રોટીન ૧.૧૮ગ્રામ
કેલ્શિયમ ૫૬ મીલી ગ્રામ
આયર્ન ૦.૪૨ મીલી ગ્રામ
રેસા ૩.૩ ગ્રામ
મેગ્નેશિયમ ૨૭ મીલી ગ્રામ
ફોસ્ફરસ ૩૧ મીલી ગ્રામ
પોટેશિયમ ૨૪૬ મીલી ગ્રામ
સોડિયમ ૪૨૦ મીલી ગ્રામ
વિટામિન સી ૨૪.૯ મીલી ગ્રામ