આગામી તારીખ ૩૧ ઓકટોબરનાં રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯મી જન્મ જયંતિ હોય ત્યારે પાટીદાર પટેલ ગૃપ દ્વારા મોટી કુંકાવાવ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. તા.૩૧નાં રોજ સવારનાં ૮ કલાકે લેઉવા પટેલ સમાજની વાડી ખાતે યોજાનાર કાર્યક્રમની રૂપરેખા જાઈએ તો સરદાર પટેલની મૂર્તિનું અનાવરણ પૂ. ગોબરભાઈ ભગત કાછડીયા, જાદવભાઈ શામજીભાઈ સોરઠીયા, કીશોરભાઈ પરસોતમભાઈ વોરા, નિલેષભાઈ ગોપાલભાઈ પટેલ, જગદીશભાઈ રવજીભાઈ કુનડીયા, કીશોરભાઈ ગોબરભાઈ કાછડીયાના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી મા ખોડલની આરતી કરવામાં આવશે. સ્વાગત ગીત રજૂ કર્યા બાદ લેઉવા પટેલ સમાજનાં દાતાઓનું સન્માન કરવામાં આવશે. અંતમાં હાજર રહેલા મહાનુભાવોનાં વકતવ્યો સાંભળવા મળશે. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, ઈફકોનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ, પરેશભાઈ ધાનાણી, વિરજીભાઈ ઠુંમર, જેનીબેન ઠુંમર, ખોડલધામ ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા, અમરેલી જિલ્લા ખોડલધામ કન્વીનર સુરેશભાઈ દેસાઈ, સૌરાષ્ટ્ર ઝોનનાં કન્વીનર રમેશભાઈ કાથરોટીયા, ખોડલધામ અમરેલી જિલ્લા સમિતિ હાજર રહેશે. આ કાર્યક્રમમાં પધારવા કેતનભાઈ દેસાઈ, લાલભાઈ મુલાણી અને પ્રદિપભાઈ આસોદરીયા સહિત પાટીદાર પટેલ ગૃપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.