લીલીયા તાલુકા સલડી ગામે અખંડ ભારતના નિર્માતા લોખંડી પુરૂષ સરદાર સાહેબની ૧૪૯મી જન્મ જયંતી યુવાનો દ્વારા ઉજવવામાં આવી હતી. સલડી ગામમાં આવેલ સરદાર પટેલ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર જયંતી ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમરેલી લેઉવા પટેલ ટ્રસ્ટ અમરેલીના પ્રમુખ દિનેશભાઈ ભુવા, રાજુભાઈ ટીંબડીયા, દિવ્યેશભાઈ તળાવિયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.