સલમાન ખાને ૨૭ ડિસેમ્બરના રોજ ૫૯મો જન્મદિવસ મનાવ્યો હતો. મોડી રાત્રે સલમાન ખાનનો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ સલમાન ખાને પોતાના જન્મદિવસની બર્થ ડે કેક પોતાની ભાણેજ અયાતની સાથે મળીને કાપી હતી. આ બર્થ ડે સેલિબ્રેશનના કેટલાક ફોટો અને વીડિયો પણ સામે આવ્યા છે. સલમાન ખાનના બોર્ડીગાર્ડ શેરાએ તેને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યું છે.
જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ટેબલ પર કેટલીક કેક જોવા મળી રહી છે. વીડિયોમાં અર્પિતા ખાનની દીકરી આયત પણ પોતાના પિતા આયુષ શર્માના ખોળામાં જોવા મળી રહી છે. તે કેક કાપતો જોવા મળી હતી. આ વીડિયોમાં સલમાન ખાનની ગર્લફ્રેન્ડ પણ જોવા મળી રહી છે. સાથે સલમાન ખાનનો પરિવાર તેમજ કેટલાક નજીકના મિત્રો પણ જોવા મળી રહ્યા છે. સલમાન ખાનના બોર્ડીગાર્ડ શેરાએ પણ સોશિયલ મીડિયા પર તેનો ફોટો શેર કર્યો છે.