લીલીયા મોટાના ભાભા માર્કેટિંગ યાર્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન નાકરાણીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. લીલીયા તાલુકાના ગામોના ખેડૂત લાભાર્થીઓને સહાય મંજૂરી પત્રોનું વર્ક ઓર્ડરનું વિતરણ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં નાગરિકો માટે ફાર્મર રજિસ્ટ્રી અને ઈ-કેવાયસી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. પશુપાલન પ્રદર્શન અને કૃષિ પ્રદર્શની યોજાઈ હતી. મિલેટ્સનું મહત્વ સમજાવવમાં આવેલ હતુ. આં તકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, ભીખાભાઈ ધોરાજીયા, મામલતદાર સાંગાણી, ટીડીઓ કિશોરભાઈ આચાર્ય, સરપંચ જીવનભાઈ વોરા, કાનજીભાઈ નાકરાણી, જીગ્નેશભાઈ સાવજ સહિતના ખેડૂતો કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.