સાંસદ અમૃતપાલ સિંહે લોકસભા સત્રમાં હાજરી આપવા માટે પરવાનગી માંગી છે. ખદૂર સાહિબના સાંસદે આ સંદર્ભમાં હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે બંધારણના અનુચ્છેદ ૧૪, ૧૯ અને ૨૧નો હવાલો આપીને સંસદીય સત્રમાં હાજરી આપવાની પરવાનગી માંગી છે. અમૃતપાલ સિંહ કહે છે કે તેઓ ૧૯ લાખ લોકોના જનપ્રતિનિધિ છે અને સંસદીય સત્રમાં તેમની હાજરી સુનિશ્ચિત કરવી તેમના અધિકારો અને ફરજાનો એક ભાગ છે.
અમૃતપાલના વકીલ હકમ સિંહે જણાવ્યું હતું કે આજે અમે અમૃતપાલ વતી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમને લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે એક પત્ર મળ્યો છે અને આ માટે તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટ અમૃતસરને પત્ર લખીને પરવાનગી માંગી છે, પરંતુ તેનો કોઈ જવાબ આવ્યો નથી. અમે તેમને લોકસભામાં ખદૂર સાહિબનો મુદ્દો ઉઠાવવાની મંજૂરી આપવા માટે અરજી દાખલ કરી છે. અમને આશા છે કે સોમવાર સુધીમાં તેની સુનાવણી થશે.