તાજેતરમાં રિલીઝ થયેલી ‘ગ્રાઉન્ડ ઝીરો’માં ઇમરાન હાશ્મી સાથે જાવા મળેલી અભિનેત્રી સાઈ તામહણકરે અભિનય ઉપરાંત પોતાના અંગત જીવન, પ્રેમ, વિશ્વાસઘાત અને છેતરપિંડી વિશે વાત કરી. તેમણે રોમેન્ટીક સંબંધોને અસર કરતી કેટલીક ભાવનાત્મક પેટર્ન પર પણ પોતાના વિચારો શેર કર્યા.
અભિનેત્રી સાઈ તામ્હણકરે તેના એક સંબંધ વિશે વાત કરી અને કહ્યું, “હા, અલબત્ત, મારી સાથે છેતરપિંડી થઈ છે. નાની ઉંમરે મારી સાથે છેતરપિંડી થઈ હતી. મને લાગે છે કે મારા જીવનની શરૂઆતમાં મારા ઘણા ખરાબ સંબંધો રહ્યા છે. મેં તેમાંથી ઘણું શીખ્યું છે. મને એમ પણ લાગે છે કે એક વ્યક્તિ સાથે રહેવું થોડું અકુદરતી છે. મારું માનવું છે કે જા તમે છેતરપિંડી કરો છો, તો ખુલ્લેઆમ પાછા આવવાની અને તમારા જીવનસાથીને કહેવાની હિંમત રાખો કે મેં તે કર્યું છે. તમારે બંનેએ તેની સાથે શાંતિ કરવી જાઈએ.”
દલીલો દરમિયાન વારંવાર ઉદભવતા વણઉકેલાયેલા મુદ્દાઓ પર, સાઈ કહે છે, “તો પછી છોકરીએ દરેક લડાઈમાં આવું કરવાની જરૂર નથી. પણ છોકરીઓ કરે છે. દરેક લડાઈમાં, જા કોઈ જૂનો મુદ્દો હોય તો. મેં પણ આવું કર્યું છે, તેથી હું આ કહી રહી છું. તે આવું કરે છે, તેથી આવું ન થવું જાઈએ. પ્રતિબદ્ધ સંબંધમાં વિશ્વાસઘાતની ચિંતા અને ડર પર, અભિનેત્રીએ કહ્યું, “જ્યારે કોઈ સંબંધ બને છે, ત્યારે તે ચિંતા અથવા તે લાગણી હજુ પણ જીવંત રહે છે. પણ ખરેખર એ અંતર નથી.”
સાઈ તામહણકરના પહેલા લગ્ન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કલાકાર અમેય ગોસાવી સાથે થયા હતા. બંનેએ ૧૫ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ લગ્ન કર્યા હતા, પરંતુ ૨૦૧૫માં પરસ્પર સંમતિથી અલગ થઈ ગયા હતા. જાકે, તેમણે ક્યારેય જાહેરમાં તેમના અલગ થવાનું કારણ જાહેર કર્યું નહીં.