સાઉથના ફેમસ અભિનેતાના ઘરે ચોરીનો મામલો સામે આવ્યો છે. જ્યાં અભિનેતાના ઘરેથી ૧૦ લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આ અભિનેતા છે મોહન બાબુ. જલાપલ્લી સ્થિત કોના ઘરમાં ચોરીની ઘટના બની હતી. પોલીસે આ મામલે તપાસ કરી અને પછી નોકરની ધરપકડ કરી. અભિનેતાના ઘરે કામ કરનાર વ્યક્તિ પર ૧૦ લાખ રૂપિયાની ચોરીનો આરોપ છે.મોહન બાબુના ઘરે કામ કરનાર વ્યક્તિ પર રવિવારે ઘરમાં રાખેલી રોકડની ચોરી કરવાનો આરોપ છે.જ્યારે અભિનેતાના અંગત સચિવે જોયું કે, ઘરમાંથી પૈસા ગાયબ છે, ત્યારે તેણે પોલીસને ફરિયાદ કરી. પહારીશરીફ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે તપાસ શરૂ કરતાની સાથે જ તિરુપતિથી નોકરને પકડી લીધો અને પછી તેને હૈદરાબાદ લાવ્યા. બુધવારે એક અધિકારીએ કહ્યું કે, તેઓએ ઘરના હેલ્પરની ધરપકડ કરી છે. તેણે મોહન બાબુના અંગત સચિવની બેગમાંથી કથિત રીતે ૧૦ લાખ રૂપિયાની ચોરી કરી હતી.
પોલીસે તેમના નિવેદનમાં એમ પણ કહ્યું કે, તેઓએ આરોપી પાસેથી ૭.૩૬ લાખ રૂપિયાની રોકડ રિકવર કરી છે. બાકીના પૈસા તેણે ખર્ચી નાખ્યા. હાલમાં આ મામલે અભિનેતા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી જ્યારે તપાસ હજુ ચાલુ છે.મોહન બાબુ ગયા વર્ષે સામંથા રૂથ પ્રભુની ફિલ્મ શકુંતલમમાં જોવા મળ્યા હતા. ટૂંક સમયમાં તે તેના દીકરા મંચુ વિષ્ણુની ફિલ્મમાં પણ જોવા મળશે. અભિનેતાના બાળકો પણ અભિનય ક્ષેત્રે પોતાનું કરિયર બનાવી રહ્યા છે.