અમરેલીના સાજીયાવદર નજીક કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર લીમડાના ઝાડ સાથે અથડાતા કારમા બેઠેલા પાંચ વ્યકિતને ઇજા પહોંચી હતી. જયારે ત્રણ વર્ષના બાળકનુ મોત નિપજયું હતુ. અમરેલીમા રહેતા પાર્થભાઇ મહેન્દ્રભાઇ કોરડીયા (ઉ.વ.૩૭) નામના વેપારી યુવકે અમરેલી તાલુકા પોલીસ મથકમા જણાવ્યું હતુ કે તેઓ પોતાની કાર ૧ લઇને ધારી, દુધેશ્વર વિગેરે સ્થળે ગયા હતા. કાર ચિંતનભાઇ નરેશભાઇ શેઠ ચલાવી રહ્યાં હતા. તેઓની કાર સાજીયાવદર પાટીયા નજીક પહોંચી ત્યારે ચાલકે કાબુ ગુમાવતા કાર લીમડાના ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માતમા પાર્થભાઇ, ચિંતનભાઇ, લીજા કોરડીયા, અરૂણાબેન, જયભાઇ, ધરાબેનને ઇજા પહોંચી હતી. જયારે ત્રણ વર્ષના બાળક અંશનુ મોત નિપજયું હતુ. ઘાયલોને સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમા ખસેડાયા હતા.ઘટનાને પગલે દિલીપભાઇ સંઘાણી સહિત આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.