લાઠીના માલવીયા પીપરીયા ગામેથી એક યુવતી સાડીને ફોલ-છેડા કરાવવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી નહોતી. ઘણો સમય થવા છતાં પરત ફરી નહોતી. તપાસ કરવા છતાં ભાળ ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજુભાઈ પોપટભાઈ માલવીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, પૂજાબેન રાજુભાઈ સાપરા (ઉ.વ.૧૮) ઘરેથી સાડીને ફોલ-છેડા કરાવવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે.