ઉનાળુ મગફળીઃ
પાન ખાનારી અથવા પાનને નુક્સાન કરતી જીવાતોનાં નિયંત્રણ માટે
• ઉપદ્રવની શરુઆત હોય તો લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસનો છંટકાવ કરવો.
• ઉપદ્રવ વધુ જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ નો છંટકાવ કરવો.
• ઉભા પાકમાં થડનો કોહવારો જોવા મળે તો પંપની નોઝલ કાઢી ટ્રાઇકોડર્માં કલ્ચરનું મૂળ પાસે ડ્રેન્ચિંગ કરવું.
• ઉનાળુ મગફળીમાં પરભક્ષી ડાળિયા જોવા મળે તો જંતુનાશક દવા છાંટવાનું મુલતવી રાખવું.
• લીલી ઈયળનો ઉપદ્રવ જણાય તો ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમાં પકડાતા નર ફુદાનો નાશ કરવો.
મકાઈઃ
• ચાર ટપકાવાળી ઇયળના અસરકારક નિયંત્રણ માટે ૫૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટરે લગાવવા તથા તેમની લ્યુર ૪૦ દિવસે બદલવી.
ઉનાળુ બાજરીઃ
• બાજરીના સાંઠાની માખી તેમજ ગાભામારાની ઈયળના નિયંત્રણ માટે પાકના ઉગાવા પછી ૩૦ દિવસે પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન મિશ્રણ કરી છંટકાવ કરવો.
શેરડી: ડૂખ વેધક
• કાર્બોફયુરાન ૩ જી હેકટરે ૩૩ કિ.ગ્રા. પ્રમાણે રોપણી બાદ એક મહિને અને ત્યારબાદ પાળા ચઢાવતી વખતે જમીનમાં આપવી અથવા ફોરેટ ૧૦ જી હેકટરે ૧૦ કિ.ગ્રા. રોપણી બાદ ૩૦, ૯૦ અને ૧૫૦ દિવસે જમીનમાં આપવી.
• કલોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા કલોરપારીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૫ ઈસી ૨૦ મિ.લિ.
શાકભાજીઃ
• ભીંડા, દુધી, ચોળી, કારેલા, તુરીયા, મરચાં, શાકભાજીના પાકોનું વાવેતર કરવાનું બાકી હોય તો વધુ ઉત્પાદન આપતી જાતોનું વાવેતર કરવું.
બાગાયતી પાકો
આંબોઃ
મોરની વિકૃતીનાં નિયંત્રણ માટે
• ફક્ત પ્રમાણિત, તંદુરસ્ત આંબાની કલમોનો વાવેતરમાં ઉપયોગ કરવો.
• રોગિષ્ઠ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઈંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છાંટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડો પેસ્ટ (મોરથુથુ ૧ કિગ્રા, કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાડવી ત્યારબાદ નેપ્થેલીન એસિડ (એનએએ) ૨૦૦ પીપીએમ ૨ ગ્રામ ૧૦ લિટર પાણીનો છંટકાવ કરવો. રોગીષ્ટ ઝાડ પર કાર્બેન્ડાઝીમ ૫૦ વે.પા. ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ઘનીષ્ટ પદ્ધતિથી આ પદ્ધતિમાં વાવેતરનાં અંતરો ઘટાડતાથી નોંધપાત્ર વધારે ઉત્પાદનો મળ્યા છે.
• ભુકીછારાનો ઉપદ્રવ જણાય તો દ્રાવ્ય ગંધક ૮૦% ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.
• કેરી વટાણા કદની થાય ત્યારે નિયમિત ૧૨ થી ૧૫ દિવસે પિયત આપવું.
દાડમ: ફળ કોરી ખાનાર ઈયળ
• ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઈ ઈયળ સહિત નાશ કરવો.
• એકલ-દોકલ છોડ હોય તો નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું કરી શકાય. વિસ્તારમાં પક્ષીઓને રોકવાની જાળી ગોઠવવાથી ફાયદો મેળવી શકાય.
• વધુ ઉપદ્રવ જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા ઈમીડાકલોપ્રીડનો છંટકાવ કરવો.
કેળ:કેળના સારા વિકાસ માટે ફળો બેસી ગયા બાદ પુષ્પ વિન્યાસ દુર કરવો.
લીંબુઃ
• સાયલાના નિયંત્રણ માટે ઉપદ્રવિત અને સુકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું.
ગુંદરીયાનાં નિયંત્રણ માટે
• જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાંખવી.
• ડાળીઓ કે થડને કોઈ ઈજા ન થાય તેની કાળજી રાખવી.
• ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઈ ઈજા ન થાય તેની કાળજી રાખવી.
• થડને પાણીનો સીધો સંપર્ક ન થાય તે માટે થડ પર બોર્ડો પેસ્ટ (મોરથુથુ ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાવી થડની ફરતે માટી ચડાવવી.
ગુલાબ, જરબેરા, ગુલછડી, ડોડી અન્ય ફુલછોડ ઃ થ્રીપ્સ
•વધુ ઉપદ્રવ વખતે ખીલ્યા વગરની કળીઓને છોડની ૫ થી ૬ સે.મી. ની ડાળી સાથે કાપી નાશ કરવો.
• ઉપદ્રવની શરુઆત હોય તો લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ડાયફેન્થુરોન ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૧૦ મિ.લિ. અથવા થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ. અથવા એસીટામિપ્રીડ ૨૦ એસપી ૨ ગ્રામ અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.